CM Bhupendra Patel

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા પ્રવાસે છે. ત્યારે મહેસાણામાં તેમણે સંબોધન કરતા લોકોને મોટી વાતો કરી હતી. જેમા સૌથી પહેલા તો ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો કે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વઘે. સાથેજ તેમણે ખેડૂતોને એવું પણ કહ્યું કે તમારી મહેનત શહેરમાં રહેતા લોકોને ખબર પડવી જોઈએ.

રસાયાણિક ખાતરોથી બિમારી ફેલાય છે : CM

વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને કહ્યું કે ખેતી કરવા તમે કેટલો પરસેવો પડો છો તેની લોકોને જાણ હોવી જોઈએ . પ્રાકૃતિક ખેતી મુદ્દે ખેડૂતો(Farmers)ને કહ્યું કે PM મોદી પણ પ્રાકૃતિક ખેતી પર ભાર આપે છે. રાસાયાણિક ખાતરો વીશે તેમણે મોટું નિવેદન આપતા કહ્યુ કે રાસાયણિક ખાતર થી ખેતરોને નુકશાન થતું હોય છે. સાથેજ તેનાથી બિમારી પણ ફેલાય છે.

આઝાદીના 75 વર્ષ પછી પણ લોકો ધક્કા ખાય છે: CM

મુખ્યમંત્રીએ મહેસાણા(Mehsana)માં આજે એવું પણ કહ્યું કે ભારત આઝાદ થયે 75 વર્ષ પૂરા થયા છે. તેમ છતા પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે અભિયાન ચલાવવા પડે છે. જેથી તેમણે અધિકારીઓને એવી વિનંતી કરી છે કે સામાન્ય લોકોને ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા બને તેટલી ઝડપી કરો. સાથેજ તેમણે અધિકારીઓને એવું પણ કહ્યું કે લોકો જો પોતાની સમસ્યા સમજાવી ન શકે તો આપણે લોકોની સમસ્યા સમજવી પડશે.

PM મોદી છે ત્યા સુધી વિકાસ માટે નાણા નહી ખૂટે : CM

CM ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં ખાસ કરરીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લોકોને સંબોધન આપ્યું હતું જેના તેમણ અધિકારીઓને જણાવ્યું કે આળશને કારણે ક્યારેય પણ ખેડૂતોને ધક્કો ન ખવડાવો. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે જ્યા સુધી PM મોદી છે ત્યા સુધી વિકાસના કામ માટે નાણા નહી ખૂટે.

લોકોને આપી દિવાળીની શુભેચ્છા

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આજે મહાવીર ભગવાનને યાદ કરતા કહ્યું કે મહાવીર ભગવાને કહ્યું હતું કે પાણી ઘીની જેમ વાપરજો. સાથેજ તેમણે કહ્યું કે પાણી અને વીજળી બચાવવી એ દેશની સેવા છે ઉપરાંત પેટ્રોલ બચાવશો તે પણ દેશની સેવા છે. એક ભારત શ્રેષ્ઠ ભારત પર લોકોને કામ કરવા કહ્યુ સાથે તેમણે દિવાળી(Diwali)ના તહેવારોની લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024