Heritage
યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની (Heritage) યાદીમાં અમદાવાદ શહેરને સ્થાન આપ્યું છે. ઉપરાંત અમદાવાદ એ ભારતનું પ્રથમ એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને આ સન્માન મળ્યું છે.
અમદાવાદ શહેરના ગીતા મંદિર જૂનું બસ સ્ટેશનની જગ્યા પર હવે નવું બસપોર્ટ બનવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, બસપોર્ટ પર કામ ચાલુ થાય તે પહેલાં જ હેરિટેજ દરવાજાને (Heritage) તોડવા અંગે ઘણો મોટો વિવાદ સર્જાયો હતો. પરંતુ એ વિવાદ પૂર્ણ થયા બાદ ફરી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
શહરેના નોર્થ પ્લોટ એટલે કે જ્યાં અત્યારે બસપોર્ટનું કામ ચાલી રહ્યું છે. તે જગ્યા પર ખોદકામનું કામકાજ થઈ રહ્યું હતું. તો આ ખોદકામ દરમિયાન એક ટનલ જેવું કંઈ જોવા મળતા ઘણું જ કુતૂહલ સર્જાયુ છે. જોકે, હજી આ ટનલ જેવા આકારનું શું છે તે અંગે તો કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ તેમા જવા માટે પગ મુકવાનાં પગથિયા પણ દેખાય છે. આ ટનલ જેવું જમીનમાં જોવા મળતા કુતુહલ સર્જાતા આ શુ છે તે જાણવા માટે પોલીસ અને પુરત્વવ વિભાગની ટિમ ગીતા મંદિર પહોંચી છે.
જો કે, હવે આ ટર્નલ છે કે બીજું કંઈ તેની તપાસ શરૂ થઈ છે. કારણ કે, જમીનની અંદર કઇ સદીનું બાંધકામ છે. કેટલા વર્ષ પહેલા આ બાંધકામ થયું છે. તેની તપાસ થયા બાદ જાણવા મળશે. આ ઉપરાંત લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. અત્યારે તો જે જગ્યા પર ટનલ જેવું બાંધકામ મળી આવતા કામકાજ બંધ કર્યું છે.
- આ પણ વાંચો : રાજ્યની શાળાઓ ખોલવાની સરકારની આ નવી વિચારણા…
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.