દિલીપસિંહ રાજપૂત, Banaskantha : દિયોદર પીએસઆઇ જે એન દેસાઈ,હીરાભાઈ,ધર્મેન્દ્રસિંહ, સુરેશભાઈ, મહાવીરસિંહ, ભગીરથસિંહ, નરેન્દ્રસિંહ, દલસગજી સહિત સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે લીલાધર ગામની સીમમા આવેલ રાયમલસિંહ લાલજી વાઘેલાના ખેતરમા ભાગે જમીનનુ વાવેતર કરી રહેતા હલાજી શંકરાજી જાતે.ઠાકોર મુળરહે.લીમ્બોણી તા.સુઇગામ હાલ રહે.લીલાધર તા.દિયોદર વાળા પોતાના ભાગેથી વાવેતર કરેલ ખેતરમાં બનાવેલ રહેણાંક ઢાળીયાની બહારના ખુલ્લા ચોકમા અમુક માણસો પોતાના અંગત સ્વાર્થ માટે ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે

જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા
(૧) કનુભાઈ ભુરાભાઈ જાતે.વજીર ઉ.વ.૨૩ ધંધો,ખેતી રહે.લીલાધર તા.દિયોદર
(ર) દુગાજી ઈસાજી જાતે.ઠાકોર ઉ.વ.૨૨ ધંધો.ખેતી રહે.ધનકવાડા તા.દિયોદર
(૩) નટુજી પ્રતાપજી જાતે.ઠાકોર ઉ.વ.૩૫ ધંધો.ખેતી મુળ રહે.ખસા તા.કાંકરેજ હાલ રહે.લીલાધર તા.દિયોદર
(૪) ભરતભાઈ મણાભાઈ જાતે.વજીર ઉ.વ.ર૧ ધંધો.ખેતી રહે.ફોરણા તા.દિયોદર
(૫) વસરામજી રણછોડજી જાતે.ઠાકોર ઉ.વ.૩૬ ધંધો.ખેતી મુળ રહે.ઉણ તા.કાંકરેજ હાલરહે.સરદારપુરા(જ) તા.દિયોદર

ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રકમ રૂ,૨૧૪૯૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૩૩,૫૦૦/- એમ કુલ મળી રૂ,૫૪,૯૯૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા (૬) હલાજી શંકરાજી જાતે.ઠાકોર મુળરહે.લીમ્બોણી તા.સુઇગામ હાલ રહે.લીલાધર તા.દિયોદર વાળા હાજર ન મળી આવી ગુનો કરેલ હોય તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024