APMC
અમદાવાદ શહેરમાં જમાલપુર વિસ્તારના એપીએમસી (APMC) શાક માર્કેટ એપ્રિલ માસમાં કોરોનાનુ સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યું હતુ . પરંતુ હવે એએમસીએ જમાલપુર એપીએમસી ખુલ્લું કરવા સુચના અપાઇ છે.
કોવિડ -19ની તમામ ગાઇડલાઇન ફરજીયાત પાડવાની રહેશે. APMC માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ તથા તેમના સ્ટાફને માસ્ક પહેરવો, સેનેટાઇઝર રાખવું દુકાનમાં પ્રવેશ કરતા વ્યક્તિ પાસે માસ્ક અને સેનિટાઇઝર છે કે નહીં તેની ખાત્રી કરવી.
- Digital payment અંગે RBIએ ગ્રાહકોના ફાયદા માટે કર્યો આ નિર્ણય
- PUBG માટે પૌત્રએ દાદા સાથે કર્યું આ કામ જાણીને ચોંકી જશો…
તેમજ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં કુલ દૈનિક 1/3 પદ્ધતિ (કુલ 157 પૈકી પ્રથમ દિવસે કુલ 53 , બીજા દિવસે કુલ 53 અને ત્રીજા દિવસે કુલ 51 ) વેપારીઓને વેપારની પરવાનગી આપવામા આવી છે.
આ ઉપરાન્ત શાકભાજી ખરીદ વેચાણની કામગીરી બપોરના 1થી સાંજ 5 તથા રાત્રી 8 થી સવારે 8 દરમ્યાન કરવી. તેમજ પીકઅવર્સના સમયગાળા દરમ્યાન સવારે ૮ થી ૧ અને સાંજે ૫ થી ૮ વાગ્યે માર્કેટ બંધ રહેશે .
જો કે, એપીએમસી (APMC) તરફથી હેડના મુખ્ય દ્વાર પર જ સેનિટાઇઝ કેબિન મુકાઇ છે. તથા દુકાનો પર કોવિડ -19 માર્ગદર્શિકાના બેનેર લગાવામા આવ્યા છે. દુકાનો બહાર ગોળ સર્કલ કરી એક વ્યવસ્થા ઉભા કરવાનો પ્રયાસ કરાયો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.