Patan

Patan

પાટણ (Patan)માં રાત્રી દરમિયાન બેફામ ગાડી ચલાવી ચાર લોકોને અડફેટમાં લેતા ગાડી ચાલકને માર મારવાનો બનાવ બન્યો હતો. પાટણમાં રવિવારે રાત્રી દરમિયાન બગવાડા દરવાજા તરફથી મેઈન બજારમાં આવી રહેલ એક ગાડીના ચાલકે હિંગળાચાચરથી દોશીવાડા સુધીના સાંકળાં રસ્તામાં બેફામ ગાડી ચલાવી હતી. ગાડી ચલાવતા આસપાસ પસાર થતા ચાર જેટલા વાહન ચાલકોને હડફેટમાં લીધા હતા. હડફેટમાં લીધેલ વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ પણ જુઓ : પાટણમાં પરવાનગી વિના પાલિકા સામે ધરણાં કરતા કાર્યકરો સામે ફરિયાદ

ગાડીનો પીછો કરી દોશીવટ નજીક ગાડી ઉભી રખાવી ચાલકને પકડ્યો હતો. ત્યારબાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને રોષે ભરાયેલા લોકોએ ગાડીના ચાલકનેમાર માર્યો હતો. પરંતુ અન્ય વાહન ચાલકોએ કોઈ મોટો મુદ્દો ન બને તે માટે હોબાળો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યરબાદ મામલો થાળે પડ્યો હતો.

આ પણ જુઓ : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો

પાટણ શહેરમાં રાત્રી દરમિયાન બજારમાં બેફામ ગાડી હંકારી ચાર જેટલા વાહન ચાલકોને હડફેટે લેતાં લોકોએ તેને પકડી ઢોર માર માર્યો હતો. અને ભારે હોબાળા બાદ સમજાવટ થતા મામલો થાળે પડ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024