Ahmedabad

Ahmedabad

અમદાવાદ (Ahmedabad) શહેર ખાતે મળી રહેલા 72 રાષ્ટ્રીય અધિવેશનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોરોના સ્થિતિ વચ્ચે પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ક્ષેત્રે ઘણું નવીનીકરણ થવા પામ્યું છે . તબીબી જગતમાં નવી સંશોધન તેમજ સુવિધાઓ દર્દી નારાયણની સેવા સુશ્રુષામાં ઉપયોગી નીવડે તે જ રાજ્ય સરકારનો ધ્યેય છે.દેશની સૌથી જૂની અને આઝાદી સમયે કાર્યરત થયેલી કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત રાજ્યની ધરા પર મળવું તે ગુજરાત રાજ્ય માટે ગૌરવવંતી બાબત છે .

તેઓએ વધુમાં ઉમેર્યુ કે આ કોન્ફરન્સ થકી જોડાયેલા કાર્ડિયોલોજી ક્ષેત્રના તજજ્ઞ તબીબોના જ્ઞાન થકી જુનિયર તબીબોને અનેરો લાભ મળશે.કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના ૨૦ હજાર કરતા પણ વધુ કાર્ડિયાક તબીબો સમગ્ર દેશમાંથી આ અધિવેશનમાં જોડાઇને કાર્ડિયોલોજી ક્ષેત્રે રહેલી તજજ્ઞતાનુ આદાન પ્રદાન કરશે.

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોનાની વેક્સિન માટે આજથી ડોર ટુ ડોર સર્વેનો પ્રારંભ

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે નવોન્મેષ વિકાસ થાય તેને અનુલક્ષીને ૭૫ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.આ તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ નિર્માણાધીન છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના પાંચ જિલ્લાઓની મેડિકલ કોલેજ નિર્માણ માટે પસંદગી કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરના સ્વપન સેવી રહેલા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે.

કોરોનાની મહામારી વચ્ચે પણ કોરોનાગ્રસ્ત દર્દીની સારવારની સાથે સાથે નોન-કોવિડ સારવારને લગતી સ્વાસ્થ્ય સેવાઓમાં પણ રાજ્યની સરકારી હોસ્પિટલ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે . રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં ૮૦ હજારથી પણ વધારે ઓ.પી.ડી.ની મુલાકાત દર્દીઓ દ્વારા લેવામાં આવી રહી હોવાનું નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ પણ જુઓ : Uttar Pradesh: જાલોનમાં પાંચ વર્ષની બાળકી પર ગેંગરેપ કરાયો

બાળક ગર્ભમાં ઊછરી રહ્યું હોય , નવજાત બાળકને હૃદય રોગ સંબંધી કોઇપણ તકલીફનાં સચોટ નિદાન માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ અમદાવાદ ખાતે બાળ રોગ હૃદય રોગની શ્રેષ્ઠતમ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ રાજ્યભરના દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે.

કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના 72માં રાષ્ટ્રીય અધિવેશનમાં જોડાયેલ તબીબોને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો મેસેજ થી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ રાષ્ટીય અધિવેશનમાં ડોક્ટર કમલકુમાર શેઠી અને ડોક્ટર સત્યવાન શર્માને ઇન્સ્ટિટયૂટ તરફથી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ થી બિરદાવવામાં આવ્યા હતા.

આ પણ જુઓ : પતિની હાજરીમાં 17 જણે મહિલા સાથે ગેંગરેપ કર્યો

કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના 72માં રાષ્ટ્રીય અધિવેશનમાં કાર્ડિયોલોજી તબીબ ડોક્ટર કમલકુમાર શેઠી અને ડોક્ટર સત્યવાન શર્માને ઇન્સ્ટિટયૂટ તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના વરદ હસ્તે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે કાર્ડિયોલોજી update ૨૦૨૦ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના પદાધિકારીઓ, સભ્યો, હ્યદયરોગ નિષ્ણાંત તબીબો, તબીબી જગતના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.