Ahmedabad
હાલમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે. ઉપરાંત 31મી ડિસેમ્બર ને કારણે સમગ્ર અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ અને ક પેટ્રોલિંગ હતું. પોલીસની આ કડક કામગીરી વચ્ચે પણ શહેરના વસ્ત્રાલમાં પૈસાની લેતીદેતીમાં હત્યાનો બનાવ બન્યો છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલ રાધે ચેમ્બર્સ માં ફાયરિંગ થયું હોવાનો મેસેજ મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 203 નંબરની ઓફીસમાં અર્પણ પાંડે અને સુશીલ સિંહ ઠાકુર નામના આરોપીઓએ ભેગા મળીને પૈસાની લેતીદેતીમાં જશવંત સિંહ રાજપુત ની હત્યા કરી છે.
જશવંત સિંહ રાજપુત મારુતિ સિક્યુરિટીમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. પ્રાથમિક તપાસ મુજબ અર્પણ પાંડેને મૃતક પાસેથી રૂપિયા 1 લાખ 80 હજાર લેવાના હતા. જે મામલે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.
આ પણ જુઓ : ગાંધીનગરમાં દેશના પહેલા હાઈટેક રેલવે સ્ટેશનનું નવા વર્ષે થશે ઉદ્ધાટન
મોડી સાંજે થયેલા છ રાઉન્ડ ફાયરિંગમાં મૃતકને શરીરના પાછળના ભાગે માથાના ભાગે અને ગળાના ભાગે ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.પોલીસે બંને આરોપીઓને ઝડપીને તેમની વધુ પૂછપરછ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.