• અમદાવાદમાં  કાળાં નાણાંને અંકુશમાં લેવાના દાવા વચ્ચે નોટબંધી થયા પછી પણ ફેક કરન્સી મોટા પ્રમાણમાં વધારો થયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે.
  • આરબીઆઇના વર્ષ 2018ના આંકડા પ્રમાણે કાળા નાણામાં ગુજરાત (Gujarat) અવ્વલ નંબર છે તેવો આક્ષેપ કોંગ્રેસ (Congress) પક્ષે કર્યો છે.
  • કાળુ નાણું, ભ્રષ્ટાચારને નાથવાની ગુલબાંગ સાથે કરેલ નોટબંધી બાદ ગુજરાત ‘ફેક કરન્સી’નો ગઢ બન્યું છે, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે.
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં FICN (ફેક ઈન્ડિયન કરન્સી નોટસ) રૂ. 500ની નકલી નોટમાં 121 ટકા, 2000ની નકલી નોટમાં 21.9 ટકાનો વધારો થયો છે.
  • નેશનલ ક્રાઈમ બ્યૂરો રિપોર્ટ (NCRB) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં આંકડાઓ મુજબ વર્ષ 2018માં દેશભરમાંથી પકડાયેલી ફેક કરન્સીમાં ગુજરાતમાં 6,93,60,000 જેટલી માતબાર રકમની નકલી નોટો પકડાઈ હતી. પકડાયેલી કુલ નકલી નોટોમાં 56 ટકા જેટલી નોટો 2000ની છે. નકલી નોટો મામલે દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે.
  • ડૉ દોશીએ જણાવ્યુ હતું, કે નોટબંધીની જાહેરાત સાથે નવેમ્બર 2016માં દેશમાં રૂ.500 અને 1000ની નોટોને ચલણમાંથી બંધ કરવામાં આવી. તે વખતે પ્રધાનમંત્રીએ નકલી નોટો પર રોક લાગશે તેવી વાતો કરી હતી પણ NCRBએ 2016માં નકલી નોટોને પોતાના રિપોર્ટમાં જાહેર થયેલ આંકડા દેશભરમાં જપ્ત કરાયેલી નકલી નોટોને લઈને એક વર્ષના આંકડા મુજબ 2017માં રૂ. 28.1 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.
  • કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં દેશભરમાં પકડાયેલી 2000ની નકલી નોટનો આંક 74,898 હતો જે વધીને 1,18,260 થઈ જવા પામ્યો છે.
  • ગુજરાતમાં જ 2000 ની નકલી નોટ રૂ. 6,93,60,000 જેટલી રકમ પકડાઈ હતી. જો કે ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર ભારતમાં ગુજરાત નકલી નોટોમાં પ્રથમ ક્રમાંકે આવે છે. ગૃહવિભાગ આર્થિક ગુન્હા અન્વેષણ ખાતુ શું કરે છે ?
  • 2017, 2018માં NCRBના અહેવાલે ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડ્યો છે. જે પ્રકારે નકલી નોટો પકડવામાં વધારો થયો છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે, નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા સામેની નહી પરંતુ પોતાના સાથીદારો અને ઉદ્યોગગૃહોના લાભ માટે કરવામાં આવી હતી.
  • સમગ્ર આર્થિક ગુન્હા ખોરીમાં મુખ્યમંત્રી હસ્તકનો રાજ્યનો ગૃહવિભાગ સતર્ક બનીને કડકમાં કડક પગલા ભરે તો જ આ ભ્રષ્ટાચાર, કાળુનાણુ અને નકલી નોટો સામેનો જંગ લડી શકાશે.માટે દેશ માં કાળું નાણું દૂર કરવા માટે મુખ્યમંત્રીએ કડક પગલાં લેવા પડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024