સરકારી ભરતીના નામે છેતરપિંડી, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી,

 • આ ભરતી માટે ઓનલાઈન અરજી https:://gusdm.org.in પર મંગાવવામાં આવી હતી. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2019 દર્શાવવામાં આવી છે.
 • રાજ્ય સરકારના ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર નામે ભરતીની ખોટી જાહેરાત આપીને યુવાનોને ગેરમાર્ગે દોરી નાણા કમાવવાનો કારસો રચનાર ચાર યુવાનોની ગાંધીનગર પોલીસે ધરપકડ કરીને તે અંગે વધુ તપાસ હાથધરી છે.
 • મહત્વની વાત તો એ છે કે ચારેય યુવાનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે.
 • ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના નામે 2 જાન્યુઆરી 2020ના રોજ 1000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી.
 • જેમાં ઓફિસ આસિસ્ટન્ટની 460, એકાઉન્ટન્ટની 244, મોનિટરિંગ એન્ડ એવેક્યુશનની 256 અને એમ.આઈ.એસની 283 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે.એવું જણાવવામાં આવ્યું હતું.
 • આ ભરતી માટે ઓનલાઈન અરજી https:://gusdm.org.in પર મંગાવવામાં આવી હતી.
 • અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2019 દર્શાવવામાં આવી છે.
 • આ જાહેરાત બાદ ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરે પોલીસમાં ફરિયાદ કરતા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા માટે સૂચના આપી હતી.
 • આ દરમિયાન જાહેરાત આપનારનો મોબાઈલ નંબર સમાચારપત્રની ઓફિસ પાસેથી ચકાસણી કરતા ડમી નંબર હોવાનું જોવા મળ્યું હતું.
 • જાહેરાતમાં ICICI બેન્ક ગાંધીનગર સેક્ટર 16ની બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોને પરીક્ષા ડ્રાફ્ટ ભરવા માટે ઉલ્લેખ કરાયો હતો.
 • જેમાં તપાસ કરતા 300થી વધુ ઉમેદવારોએ 55,000થી વધુની રકમ બેન્કમાં ભરી હોવાનું બહાર આવ્યું હોવાનું ગાંધીનગર DySP એમ. જે. સોલંકીની તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
 • અધિકારીએ વધુમાં કહ્યુ હતુ કે આ તમામ આરોપીઓમાં કેવલ ઠક્કર, ધર્મેન્દ્ર રાજગોર, રાજ જોશીએ MCA સુધીનો અભ્યાસ કર્યો છે, જયારે હિતેન્દ્ર ઠાકોરે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ચારેય આરોપીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં પાટણ ખાતે વેબસાઈડ અને સોફ્ટવેર બનાવવાના વ્યસાય સાથે સંકળાયેલા છે. આ આરોપીઓ એ પૈસા કમાવવાના ઉદ્દેશથી ENDURANCE I DOMAINS TECHNOLOGY LLP,MUMBAI પાસેથી ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના ભળતા નામે નવી વેબ સાઇટ http;//www.gusdm.org.બનાવીને ડોમેઈન રજીસ્ટર કરાવ્યા બાદ સર્વર ભાડે રાખ્યું હતું. ઓરિજનલ ડોમેનની જગ્યાએ GUSDMના નામનો ઉપયોગ કરીને ડોમેનથી હોમપેજ બનાવ્યું હતું. 
 • આવા બનાવટી હોમપેજ પર ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન નામે ભરતી માટે જાહેરાત મૂકવામાં આવી હતી. જેમાં જાહેરાતનું ફોર્મ અને 300 રૂપિયા ફી ભરવા અંગેની માહિતી અને ICICI બેન્કના એકાઉન્ટનો નંબર મૂકવામાં આવ્યો હતો.
 • આ બનાવટી જાહેરાત જોઈને 300થી વધુ ઉમેદવારોએ ભરતી માટેની 55,000 રૂપિયાથી વધુની ફી બેંકના ખાતામાં ભરી દીધી હતી.
 • પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે પાટણમાં આરોપીઓ બનાવટી દસ્તાવેજોના આધારે બંધન બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું.
 • આ મામલે ગાંધીનગર LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને બનાવતી દસ્તાવેજોના આધારે યુવાનો સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here