Shops
કોરોનાનું સંક્રમણ વધતાં AMC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક દરમ્યાન અમદાવાદમાં રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ફરતાં હોવાને કારણે કોર્પોરેશન દ્વારા રાત્રે દુકાનો (Shops) બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે દુકાનો (Shops) ખોલી શકાશે નહીં. તો રાત્રિના સમયે માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. એસજી હાઈવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ, બોપલ, આંબલી, YMCAથી કાકે દા ઢાબા સહિતનાં 27 વિસ્તોરમાં આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રવિવારની રાત્રે કોર્પોરેશનની ટીમ દ્વારા સિંધુ ભવન રોડ પર આવેલ 7 કાફે અને રેસ્ટોરન્ટ ભારે ભીડને કારણે સીલ કરી દેવામાં આવ્યા હતા. તથા અહીં લોકો માસ્ક વગર બિન્દાસ ફરતાં હતા. જેને કારણે અહીં એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત અનલોક બાદ દુકાનો (Shops) શરૂ કરવાની મંજૂરી આપતાં પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લોકો બહાર રસ્તાઓ પર ઉભા રહેતાં હતા. જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સતત ભય રહેતો હતો. અને એ જ કારણે અમદાવાદના OSD રાજીવ ગુપ્તા દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.