ASI

સુરત પોલીસ ફરી વિવાદમાં આવવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના ASI એક ટેમ્પા ચાલક પાસેથી 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. તો આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

એક તરફ સુરત પોલીસ ગુનાખોરી ઉકેલવામાં છેલ્લા એક અઠવડિયામાં લોકોની વાહવાહી મેળવી રહી છે.તો બીજ તરફ આ જ પોલીસના કેટલાક જવાનો પોલીસનું નામ બગાડી રહ્યા છે. સાંજ પડતાની સાથે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પોલીસ સ્ટેશનની બહાર આવેલા ઓવર બ્રિજ નીચે બેસી જાય છે. ત્યાર બાદ ત્યાંથી પસાર થતા ટેમ્પાઓને અટકાવી PUC ની માંગણી કરે છે.

તથા જો ટેમ્પા ચાલક પાસે પીયુસી ન હોય તો તેમની પાસે દંડના 500 રૂપિયાની માંગણી કરે છે. આ પછી પતાવટ માટે રૂપિયા 200ની માંગણી કરે છે. આમ કરીને તેઓ દંડની રકમ સરકારમાં જમા કરવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકે છે.

તો આવા જ એક ટેમ્પો ચાલકને તેઓએ અટકાવ્યો હતો અને દંડની રકમ પેટે 500 રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં કેસ પતાવવા માટે 200 રૂપિયાની માંગણી કરી હતી. તો તે સમયે ટેમ્પા ચાલકે વીડિયો બનાવી લીધો હતો. તથા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જો કે, આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024