- અમદાવાદ : દુલ્હનનો Amazing Idea તમે પણ અપનાવશો તો તમારા બજેટમાંજ કામ થઇ જશે.
- અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી કોમલની આજે સગાઈ છે.ત્યારે આજે સગાઈ હોવાને કારણે આજે કોમલે પોતાના બજેટ મુજબ બધા જ શોખ પુરા કર્યા છે. પરંતુ તેની ખુશી પાછળ જવાબદાર તેનું પ્રિ પ્લાનિંગ છે. કોમલે સગાઈ નક્કી થઈ ત્યારથી ઘણું પ્લાનિંગ કર્યુ હતું. કોમલે સૌ પ્રથમ ચણિયાચોળીની ખરીદી કરી લીધી. પોતાના બજેટને ધ્યાનમાં રાખીને તેણે પોતાના લૂક માટે વણજોઈતાં બધા જ ખર્ચા દૂર કરી દીધા. કોમલે સોનાના બદલે એલિગન્ટ લૂક માટે આર્ટિફિશિયલ જવેલરીને પસંદ કરી. જેની પાછળનું સાચું કારણ સોનાના વધતા ભાવ જવાબદાર હતા.વધુમાં કોમલે જણાવ્યું કે, ચણિયાચોળી કે પછી સાડી પર સોનાનો સેટ સારો લાગે, પરંતુ સારા લૂક માટે આર્ટિફિશિયલ જવેલરી વધારે સારી દેખાય છે.
- લગ્નસરાની સિઝન પડી મોંઘી કોમલે પોતાની જેવી દરેક યુવતીઓને સલાહ આપી છે કે, સોનાનો ભાવ હાલ આસમાને હોવાથી આર્ટિફિશિયલ જવલેરી સૌથી વધુ ટ્રેન્ડમાં છે. જેથી સોનાની ખરીદી પર કાપ મુકવો જોઈએ. કોમલ ના જણાવ્યા અનુસાર મોંઘવારીની સામે યુવતીઓ ખરેખર દરેક વસ્તુનો વિચાર કરવો જોઈએ .
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News