• અમદાવાદ રાજ્યમાં વાતાવરણ કેવુ રહે છે.તે પવનની દિશા પર નક્કી થાય છે. પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર થાય છે. છેલ્લા 24 કલાકથી ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ઉતરપશ્ચિમ-ઉતરના પવન ફુકાય રહ્યા છે. જેના કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને ઠંડીમાં ખૂબ જ વધારો થયો છે.
  • ત્યારે આગામી 3 દિવસ પવનની દિશા યથાવત : રહેવાની છે. જેના કારણે હવામાન વિભાગે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. રાજકોટ, દ્વારકા, કચ્છમાં શિત લહેર ફરી વળશે. સામાન્ય રીતે શિયાળો હોય કે પછી ઉનાળો દરિયા કિનારાનુ તાપમાન સામાન્ય રહેતુ હોય છે. પરંતુ આ વર્ષે દરિયા કિનારાનુ તાપમાન એકાએક ઘટી રહ્યુ છે, અને દરિયા કિનારાના વિસ્તારોમાં ઠંડીનુ પ્રમાણ ખૂબ જ વધી રહ્યુ છે.
  • સુરતનુ તાપમાન 12.7 ડિગ્રી, દ્વારકાનુ તાપમાન 13 ડિગ્રી, પોરબંદરનુ તાપમાન 10.6 ડિગ્રી, મહુવાનુ તાપમાન 10.4 ડિગ્રી, વેરાવળનુ તાપમાન 12 ડિગ્રી નોંધાયુ છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર ડૉક્ટર જયંત સરકારે જણાવ્યુ હતુ કે, દરિયા કિનારા પર ઉતરપશ્ચિમ ઉતરના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે ઠંડીનુ પ્રમાણ વધશે. કોલ્ડવેવની સ્થિતિ રહશે, દ્વારકામાં પણ સૂકા અને ઠંડા પવન ફૂંકાશે.
  • સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં પણ કોલ્ડવેવ રહેશે. તો મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનુ લઘુતમ તાપમાન યથાવત રહેશે. આજે પણ રાજ્યમાં ઠંડીનુ જોર વધતા મોટા ભાગના શહેરનુ તાપમાન ગગડ્યું હતુ. તો રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ હતુ. નલિયાનુ લઘુતમ તાપમાન 5.8 નોંધાયુ છે. અમદાવાદ સહિત 10 શહેરનુ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચુ રહ્યુ છે. ફરી એકાએક ઠંડીનુ પ્રમાણ વધતા જનજીવન પ્રભાવિત થયુ છે. હજુ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ માં ઠંડી યથાવત રહશે. તો અમદાવાદમાં આવતીકાલથી ઠંડીમાં આંશિક ઘટાડો થશેએવું જણાવવામાં આવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024