વિશ્વની સૌથી લાંબા વાળવાળી ટીનેજરનો ખિતાબ.

પોસ્ટ કેવી લાગી?

વર્ષ 2018માં 170.5 સેન્ટિમીટર હતા જ્યારે 2019માં તેના વાળ વધીને 190 સેન્ટિમીટર થયા છે.

  • અરવલ્લી જિલ્લાનાં મોડાસાની 17 વર્ષની નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. નિલાંશીએ ટીનએજ કેટેગરીમાં પોતાનો જ સૌથી લાંબા વાળ હોવાનો વર્ષ 2018નો રેકોર્ડ તોડ્યો છે.
  • વર્ષ 2018માં 170.5 સેન્ટિમીટર હતા જ્યારે 2019માં તેના વાળ 190 સેન્ટિમીટર થયા છે.
  • નિલાંશી પોતાના લાંબા વાળ અંગે જણાવે છે કે, ‘6 વર્ષની ઉંમરમાં તે મમ્મી સાથે બ્યૂટીપાર્લરમાં ગઇ હતી. ત્યારે તેણે જીદ કરીને વાળ કપાવ્યાં હતાં. અને તે ખૂબ જ ખરાબ હેર કટ થયા હતા. ત્યારબાદ તે ઘણી જ રડી હતી. જેથી તેણે નક્કી કર્યુ કે તે હવે ક્યારેય પોતાના વાળ નહિ કપાવે. આના કારણસર તેને વાળ ના કપાયા ,આમ કર્યા બાદ તેના વાળની લંબાઈ વધતી જ ગઈ.’
  • નિલાંશી પટેલે આ અંગે જણાવ્યું કે, કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. જેથી તે પોતે પોતાને એક સેલિબ્રિટી હોય તેવું અનુભવે છે.
  • નિલાંશીના જણાવ્યા અનુસાર 6 વર્ષની ઉંમરમાં તેણે ભૂલથી ખૂબ જ ખરાબ હેર કટ કરાવી લીધા હતા. ત્યારબાદ તેણે નક્કી કર્યુ કે તે હવે ક્યારેય પોતાના વાળ નહિ કપાવે. આમ કર્યા બાદ તેના વાળની લંબાઈ વધતી જ ગઈ. આજે આ વાળના કારણે જ માત્ર 16 વર્ષની ઉંમરે નિલાંશીનું માન -સન્માન વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયુ છે.
  • નિલાંશીએ જણાવ્યું છે કે, લોકોને લાગે છે કે આ વાળ સાથે મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે ,પરંતુ એવુ નથી. હું સ્પોર્ટ્સ પણ ખૂબ સારી રીતે રમું છુ. આ વાળ તો મારા માટે સૌભાગ્યશાળી સાબિત થઈ રહ્યા છે. આ વાળ માટે મારી મમ્મીએ પણ ઘણી કાળજી રાખી છે.
  • નિલાંશીનાં માતા આ અંગે જણાવતા કહે છે કે, નિલાંશી અઠવાડિયામાં એક વાર વાળ ધુએ છે. પ્રસંગો અનુસાર પોતાના વાળને સ્ટાઈલ કરે છે. તે હંમેશા ટેનિસ રમતી વખતે પોતાના વાળનો અંબોડો બનાવે છે. તેના વાળ ધોઇએ ત્યારે અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતા 15 મિનિટ લાગે છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ સારો એવો રસ ધરાવે છે.
  • ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને ઘણો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે.આમ , નિલાન્સી પોતાના વાળ નું ધ્યાન રાખે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures