શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. જેમાં 20 દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસી મહિલાઓને માર માર્યો હતો.
બાળકીને માથામાં ધોકો મારતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ લોકોના ટોળે ટોળા મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માંગ કરી હતી. જો કે મેઘાણીનગર પોલીસે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે રજુઆત કરવા આવેલા લોકો પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો. હજી સુધી એક પણ આરોપીની મેઘાણીનગર પોલીસ ધરપકડ કરી શકી નથી.
શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. લુખ્ખાઓએ આંતક મચાવી એક નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી છે. મેઘાણીનગરના હસન જીવાભાઈની ચાલીમાં ગઈકાલે સતીશ પટણી નામનો બુટલેગર અને તેના સાગરીતો ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા. બહાર બેઠેલી મહિલાઓને માર મારવામાં શરૂ કર્યું હતું.
એક મહિલાના હાથમાં 20 દિવસની બાળકી હતી જેના માથા પર હુમલાખોરોએ ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું. ત્રણ મહિલાઓને ઇજા પોહચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોહચયા હતા. આરોપીઓને પકડવા રજુઆત કરી હતી. પરંતુ મેઘાણીનગર પોલીસે પોતે આરોપીઓ પર ધ્યાન આપવાની જગ્યાએ રજુઆત કરવા આવેલા લોકોને જ ધમકાવી અને તેમના પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો.
હત્યામાં સંકળાયેલ આરોપીઓના નામ
સતીશ પટણી
ગોપાલ પટણી
દિપક પટણી
હિતેશ મારવાડી
લખન ઠાકોર
મળતી માહિતી પ્રમાણે ગઈકાલે મોડી રાતે મેઘાણીનગરના હસન જીવાભાઈની ચાલીમાં સતીશ પટણી નામનો બુટલેગર અને તેના સાગરીતો ગોપાલ પટણી, દિપક પટણી, હિતેશ મારવાડી, લખન ઠાકોર ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા. પહેલા બહાર બેઠેલી મહિલાઓને માર મારવામાં શરૂ કર્યું હતું. એક મહિલાના હાથમાં 20 દિવસની બાળકી હતી જેના માથા પર ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું. ત્રણ મહિલાઓને ઇજા પોહચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટના પછી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોહચ્યાં હતા. આરોપીઓને પકડવા રજુઆત કરી હતી. પરંતુ મેઘાણીનગર પોલીસે પોતે આરોપીઓ પર ધ્યાન આપવાની જગ્યાએ રજુઆત કરવા આવેલા લોકોને જ ધમકાવી અને તેમના પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો.
આ ઘટના પછી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોહચ્યાં હતા. આરોપીઓને પકડવા રજુઆત કરી હતી. પરંતુ મેઘાણીનગર પોલીસે પોતે આરોપીઓ પર ધ્યાન આપવાની જગ્યાએ રજુઆત કરવા આવેલા લોકોને જ ધમકાવી અને તેમના પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો.
આ મામલામાં પરિવારનાં સભ્યોનું કહેવું છે કે, ‘આ લોકો સાથે અમારી કોઇ જ અદાવત નથી. આ પાંચેય જણ ઘણો જ નશો કરીને આવ્યાં હતાં. આ લોકોએ આવીને અમારા ઘરમાં આતંક મચાવ્યો હતો. અમે મહિલાઓ જ ઘરમાં હતાં ઘરનાં પુરુષો બહોર ગયા હતાં.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.