કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી.

કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે.

કાળા મરીમાં રહેલાં તત્વો ઝડપથી તકલીફો દૂર કરે છે, જાણો તેના ફાયદા અને ઉપયોગ

ઉધરસ વધુ હોય અને ઊંઘી ન શકતા હોય તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઊંઘ પણ સારી આવશે. થોડો આદુ તથા 3-4 મરી ભેગા કરી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.

શીતપિત્ત થયું હોય તો 4-5 કાળા મરી વાટી તેમાં એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે.

ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.

હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંઘવાથી લાભ થાય છે.

કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે.

કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024