ગઈકાલે લોકગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ છે. ત્યારે ગુજરાતના લોક સંગીત સાથે સંકળાયેલા ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે તેમનું આજે સન્માન કરશે.

સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે, ભાઈ ભાઈ માટે જાણીતા અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિતના કલાકારોનું રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે સન્માન કરાશે.

ચાર ચાર બંગડી ગીતથી ફેમસ થયેલી ગુજરાતી ગાયીકા કિંજલ દવેએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીએ કિંજલ દવેને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. કિંજલ દવેને પ્રદેશ પ્રમુક જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.