Akhilesh Yadav
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન બાદ અખિલેશ યાદવે બુધવારે જાહેર કર્યું કે હું ભગવાન કૃષ્ણની વિરાટ પ્રતિમાની સ્થાપના કરીશ. અત્યાર અગાઉ અખિલેશ યાદવ અને બસપાના માયાવતીએ પરશુરામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે અખિલેશે પરશુરામને બદલે ભગવાન કૃષ્ણની વિરાટ પ્રતિમાની સ્થાપના કરવાનું કહ્યું છે.
જન્માષ્ટમી નિમિત્તે અખિલેશ યાદવે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર રજૂ કરી હતી. આ તસવીરમાં તે પોતાની પત્ની ભગવાન કૃષ્ણની એક વિરાટ મૂર્તિ નિહાળી રહ્યાં છે.
આ પણ જુઓ : Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા
અખિલેશ પોતાના પૈતૃક ગામ સૈફઇમાં આ પ્રતિમાની સ્થાપના કરાવી રહ્યા છે. અખિલેશે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું. ‘ જય કાન્હા, જય કુંજબિહારી, જય નંદ દુલારે જય બનવારી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સૌને અનંત શુભકામનાઓ…’
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.