પાટણ જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ-હોટલો અને ટોલ પ્લાઝા પર સી.સી. ટીવી કેમેરા લગાવવા હુકમ.

પોસ્ટ કેવી લાગી?

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (સને. ૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ પેટ્રોલ પંપો/હોટલો તથા ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. નાઇટ વિઝન (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા તેમજ હોટલોમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર લગાવવા તેમજ ડેટા છ માસ સુધી સાચવી રાખવો. સદરહું ડેટા પોલીસ અધિકારી તરફથી માગણી કર્યે આપવાનો રહેશે. આ હુકમ પાટણ જિલ્‍લાના સમગ્ર મહેસુલી વિસ્‍તાર માટે લાગુ પડશે તથા આ જાહેરનામું તા.૦૧/૧૦/૨૦૧૯ થી તા. ૩૦/૧૧/૨૦૧૯ સુધી અમલી રહેશે.

ગંભીર અનડીટેકટેડ ગુનાઓના ઇન્વેસ્ટીગેશન દરમ્યાન ગુનેગારોને શોધી કાઢવા માટે હાઇવેના દરેક હોટલ, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બેંકો, મંદિરો વગેરે સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા વીથ રેકોર્ડીંગ સીસ્ટમ હોવી જોઇએ. હાઇવે ઉપરની હોટલો અને પેટ્રોલ પંપો ઉપર આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી ગુનેગારોને પકડી શકાય. ગુનાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુના કરતા અટકે છે. આ રીતે નાગરિકોના જાન અને માલ બચે છે. જેથી આ પ્રકારની ઘટનાઓ ન બને તથા અને બને તો આવા ઈસમોની હરકત જાણી શકાય તે હેતુસર જાહેરનામા મુજબના પગલા લેવા જરૂરી બને છે.

આ હુકમનો ભંગ અગર ઉલ્‍લંઘન કરનાર શખ્‍સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ -૧૮૮
મુજબ શિક્ષાને પાત્ર થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures