પાટણ : ગાંધીધામ આંગડીયા પેઢી ની લુંટ ના આરોપી પાટણ એલ.સી.બી. ટીમે ઝડપ્યા

પોસ્ટ કેવી લાગી?

ગાંધીધામ આંગડિયા પેઢી લૂંટનો ભેદ ઉકેલતી પાટણ પોલીસ

ગાંધીધામ શહેર ખાતે થયેલ આંગડીયા પેઢી ની લુંટ ના રોકડ રકમ રૂ.૯,૬૫,૭૫૦/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમો ને પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ / રાધનપુર પોલીસ

તા.૧૪/૧૦/૨૦૧૯ ના કલાક ૧૩/૩૯ થી કલાક ૧૩/૪૮ વાગ્યા દરમ્યાન ફરીયાદી શ્રી બાબુભાઇ મહાદેવભાઇ પ્રજાપતિ રહે.ગાંધીધામ વાળાઓ તેઓની ગાંધીધામ ખાતે આવેલ બાબુલાલ આંગડીયા સર્વિસ નામની આંગડીયા પેઢી ઉપર હાજર હતા તે દરમ્યાન આંગડીયા પેઢીમાં આશરે ૨૫ ઉંમર ના બે ઇસમોએ આંગડીયુ કરવાના બહાને ફરીયાદી ની ઓફીસમાં આવી એક ઇસમે છરી વડે ફરિયાદીને જમણા હાથની ટચલી આંગળી ઉપર ઇજા કરી તથા બીજા ઇસમે માથા ના ભાગે મુક્કા મારી તથા ફરીયાદીનું ગળુ દબાવી ફરિયાદી ને બેભાન કરી ઓફીસની તીજોરીમાંથી રોકડ રૂ.૧૦,૭૨,૬૧૫/- તથા એક ઓપો કંપનીનો મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા અન્ય ડોક્યુમેન્ટ મળી કુલ રૂ.૧૦,૮૨,૬૧૫/- ના મુદ્દામાલ ની લુંટ કરી નાસી ગયેલ હોઇ જે બાબતે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૫૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૪૫૨, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ.

ઉપરોક્ત લુંટ ના બનાવને અત્યાંત ગંભીરતા થી લઇ મે આઇ. જી. પી. શ્રી સરહદી રેન્જ ભુજ સુભાષ ત્રિવેદી નાઓએ સદર લુંટના ગુન્હા ના આરોપીઓ શોધી કાઢી પકડવા કરેલ સુચના આધારે પોલીસ અધિક્ષક પાટણ અક્ષયરાજ પાટણ નાઓની સુચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર શ્રી એચ.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. પોલીસ સબ ઈન્સ. વાય.કે.ઝાલા એલ.સી.બી પાટણ તથા પાટણ એલ.સી.બી. ની ટીમ તથા રાધનપુર પો.સ્ટે. પો.ઇન્સ. શ્રી ડી.એચ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.પરમાર તથા રાધનપુર પોલીસની ટીમ સદર ગુન્હાના આરોપીઓની વોચ તપાસમાં હતા.

દરમ્યાન પો.સબ.ઇન્સ. એસ.જે.પરમાર નાઓને બાતમી મળેલ કે સદર લુંટના આરોપીઓ લુંટ ના મુદ્દામાલ નો ભાગ પાડવા સારૂ વારાહી રાધનપુર રોડ ઉપર આવેલ કલ્યાણપુરા ગામના પુલ નીચે ભેગા થવાના છે જે બાતમી આધારે પાટણ એલ.સી.બી. તથા રાધનપુર પોલીસે સંયુક્ત રીતે વોચ રાખી સદર જગ્યાએથી નીચે જણાવેલ ઇસમોને લુંટમાં ગયેલ રોકડ રૂ.૯,૬૫,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ – (૧) મહેશભાઇ નાગજીભાઇ પંજાભાઇ રબારી રહે-દૈસર તા-સાંતલપુર જી-પાટણ (૨) કૌશીકકુમાર જસવંતભાઇ પનાભાઇ ચૌધરી હાલરહે-રાધનપુર મંગલમ સોસાયટી મઘાપુરા રોડ તા-રાધનપુર જી-પાટણ મુળરહે-સુબાપુરા તા-રાધનપુર જી-પાટણ (૩) પંકજકુમાર બલરામભાઇ નાનુભાઇ ડોંગરે(માજીરાણા) રહે-રાધનપુર આંબેડકર ચોક પાસે મોટો ભીલવાસ તા-રાધનપુર જી-પાટણ (૪) લવજીકુમાર ઉર્ફે પી.એ રાજેશભાઇ રાણાભાઇ મકવાણા રહે-રાધનપુર રવીધામ તા-રાધનપુર જી-પાટણ
(૫) મુકેશભાઇ શીવાભાઇ દેસાઇ રહે.ગાંધીધામ જી.આઇ.ડી.સી. ઝુંપડાવાળાઓને ગાંધીધામ પોલીસે પકડેલ છે.

પકડવાના બાકી આરોપી (૧) બલોચ જાવેદ રહે.પીંપરાળા તા.સાંતલપુર જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલ ની વિગત – (૧) અલગ અલગ દરની ચલણી નોટો મળી રોકડ રૂ.૯,૬૫,૭૫૦/- (૨) અર્ટીગા ગાડી નંબર જીજે.૨૪.કે.૭૦૫૭ ની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૮,૫૦૦/- કુલ કિં.રૂ.૯,૭૪,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

કામગીરી માં જોડાયેલ પોલીસ અધિકારી શ્રી/ કર્મચારી

પો.સબ.ઇન્સ વાય.કે.ઝાલા એલ.સી.બી. પાટણ તથા પો.સબ.ઇન્સ. એસ.જે.પરમાર રાધનપુર પો.સ્ટે. તથા પાટણ એલ.સી.બી. ટીમ ના અ.હેઙ.કોન્સ અમીતસિંહ માનસિંહ તથા અ.હેઙ.કોન્સ કિર્તિસિંહ અનુજી તથા અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કોન્સ. નવાઝશરીફ ગુલામરસુલ તથા અ.પો.કોન્સ ધવલકુમાર ભગવાનભાઇ તથા પાટણ મીસીંગ સ્‍કોર્ડના અ.પો.કોન્સ મહેન્દ્રસિંહ ખાનસિંહ તથા એ.એચ.ટી.યુ સ્‍કોર્ડના અ.હેડ.કોન્સ દિલીપજી જુજારજી તથા રાધનપુર પો.સ્ટે.ના આ.પો.કોન્સ અમૃતભાઇ તેજરામભાઇ તથા અ.પો.કોન્સ નરપતદાન પ્રભુદાન તથા અ.પો.કોન્સ લક્ષ્‍મણભાઇ પેથાભાઇ વિગેરે નાઓએ સમગ્ર ઓપરેશન પાર પાડી સારી કામગીરી કરેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures