મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી અન્નપૂર્ણા માતાજી નાં દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..
પાટણ શહેર નાં સોનીવાડ વિસ્તારમાં આવેલ શ્રી વાધેશ્ર્વરી માતાજી ના મંદિર પરિસર માં બિરાજમાન શ્રી અન્નપૂર્ણા માતાજી નાં ગૂરૂવાર થી શરૂ થયેલા ૨૧ દિવસીય અન્નપૂર્ણા મહોત્સવ ની પ્રથમ રાત્રી એ શ્રી પાટણ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના મહિલા મંડળ દ્વારા સંગીતના સુમધુર સુરો વચ્ચે ગરબા ની રમઝટ બોલાવી શ્રી અન્નપૂર્ણા માતાજી ની આરતી પુજા નો લાભ લીધો હતો તો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી અન્નપૂર્ણા માતાજી નાં દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
અન્નપૂર્ણા મહોત્સવ નાં પ્રથમ દિવસના આયોજિત કરવામાં આવેલ પ્રસંગને દિપાવવા અન્નપૂર્ણા મહોત્સવ સમિતિના તમામ સદસ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.