પાટણ નગરપાલિકા (Patan Municipality) દ્વારા દર ચોમાસા (monsoon) પૂર્વે પાટણ શહેરમાં મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે ફોગીંગ મશીનની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે અગાઉ પણ ખરીદી કરેલા ફોગીંગ મશીનો બળી જવાના કારણે આજે તે ખોટવાઈ ગયા છે. જેને લઈ પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચાર જેટલા જર્મન કંપનીના ઓટોમેટીક ફોગીંગ મશીન (Automatic fogging machines of German company) ખરીદી કરવાની વિચારણા કરવામાં આવી હતી.

જેને લઈને એજન્સી દ્વારા નગરપાલિકાના પ્રમુખ, પક્ષના નેતા, સ્વચ્છતા શાખાના ચેરમેન, પાલિકાના ઉપપ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં આ ઓટોમેટીક જર્મન કંપનીના ફોગીંગ મશીનની વિશેષતા અને તેની કામગીરી અંગેનું પાલિકા ખાતે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ફોગીંગ મશીનનું ડેમોસ્ટ્રેશન કરાતા સમગ્ર પાલિકા કેમ્પસ ધુમાડામાં ફેરવાઈ જતાં બહારથી આવતા લોકોમાં કુતુહલતા પણ જોવા મળી હતી. તો સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે અગાઉ ખરીદી કરેલા ફોગીંગ મશીનો બળી જવાના કારણે તે ખોટવાઈ જતાં આગામી ચોમાસાની ઋતુમાં પાટણ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરુપે ચાર જેટલા ઓટોમેટીક ફોગીંગ મશીનની ખરીદી કરવાની વિચારણાના ભાગરુપે એજન્સી દ્વારા ઓટોમેટીક જર્મન કંપનીના (German company) ફોગીંગ મશીનનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

તો વોર્ડ નં.૯ના કોર્પોરેટર ડૉ.નરેશ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા દરવર્ષે ફોગીંગ મશીન ખરીદવામાં આવતા હોય છે પરંતુ તે પાછળથી બગડી જતાં હોય છે અને તેનો ફરીથી ઉપયોગ થતો નથી જેથી ખોટા પૈસાનું પાણી થતું હોય છે જેથી ચાલુસાલે નવા ખરીદવામાં આવતાં ફોગીંગ મશીનોની સંપૂર્ણ તપાસણી કાર્ય બાદ તેની ગેરંટી લઈ ખરીદી કરવા સૂચન કર્યું હતું. અને વધુમાં ચોમાસા દરમ્યાન આખા શહેરમાં ફોગીંગ મશીન કયારેય પણ ફરતા ન હોવાના આક્ષોપો કરી ચાર ફોગીંગ મશીનને બદલે માત્ર બે ફોગીંગ મશીનથી સમગ્ર પાટણ શહેરને આવરી લઈ શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.

આમ પાલિકા દ્વારા ખરીદવામાં આવતાં ફોગીંગ મશીનો એકજ વષ્ર્ામાં બગડી જતા હોવાથી લોકોના પૈસાનું પાણી થતું હોવાથી જૂના પડેલા ત્રણ મશીનોને જો રીપેરીંગ કરાવી તેનો ઉપયોગ કરવામાં આવે તો પાલિકાને આર્થિક બોજ ઓછો પડે અને પડેલા ફોગીંગ મશીનનો પણ ઉપયોગ થઈ શકે તેમ હોવાનું બુદ્ધિજીવીઓનું માનવું છે.