રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના ૧૦ સાયબર ક્રાઇમ(cyber crime) પોલીસ સ્ટેશન વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા. જે અંતર્ગત મહેસાણા(Mahesana) પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પ્રાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડિજિટલ(digital) દુનિયા તરફ પ્રયાણ થઇ રહ્યું છે. જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યાં છે. મહેસાણા જિલ્લા(district)માં સાયબર ક્રાઇમને નાથવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૧ પી.આઇ, ર પી.એસ.આઇ સહિત ર૦ પોલીસ કર્મયોગીઓ કામ કરી રહ્યાં છે.

જિલ્લા પોલીસવડા ડો.ગોહિલે ઉમેરું હતું કે છેલ્લા છ મહિનાથી કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના નાગરિકોના પ લાખ ૮૮ હજારની રકમ સહિત ૪૯ મોબાઇલ(mobile) પરત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેરું હતું કે મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમ એવરનેસ ટેલીગ્રામ(telegram) ચેનલ શરૂ કરાઇ છે.

આ ચેનલમાં ૧પ૦૦ થી વધુ નાગરિકો જોડાયા છે તેમ જણાવી આગામી સમયમાં ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામાં રપ સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુનામાંથી ૮ જેટલા ગુનાઓ ઉકેલી દેવામાં આવ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર(computer), લેપટોપ(laptop), ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ જેવા ગુનાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબદ્ઘ છે.

મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભક્તિબા ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024