રાધનપુર અને બાયડ બેઠક પર ભાજપના બંને ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુનાથ દેસાઇનો વિજય થયો છે. જ્યારે બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલનો વિજય થયો છે. જશુભાઈ પટેલ અને રઘુ દેસાઇ પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા હતા. જશુભાઈએ ધવલસિંહ ઝાલાને 743 મતથીપરાજય આપ્યો છે.

ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. જેને કારણે આ બેઠક પર ચૂંટણી થઈ હતી. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહે રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા.

રાધનપુર વિધાનસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ઘણી મહત્વની રહી છે, ત્યારે આ રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણી લડ્યા હતા પરંતુ અલ્પેશ ઠાકોરે રાજકારણમાં પ્રવેશતા પહેલા દારૂબંધી અને પરપ્રાંતિયો અંગે કરેલા નિવેદનની અસરો આ ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે.

જે અલ્પેશ ઠાકોર ભાજપ સરકાર સામે ચૂંટણી લડ્યા જેને લઇને ઠાકોર સમાજમાં પણ ભારે વિરોધ થયો હતો, તો ધવલસિંહ ઝાલા કે જેઓ પણ અગાઉ કોંગ્રેસની ટિકિટ પર બાયડમાંથી ધારાસભ્ય બન્યા હતા તે જ બાયડ બેઠક પર ફરીથી ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડવા તૈયાર થયા હતા. તેથી જનતાએ તેમને મતદારોનો દ્રોહ કર્યો હોવાની સાથે ધવલ સામે ભાજપમાં પ્રવેશ માટે પૈસા લીધા હોવાની વીડિયો ક્લિપો અને ઓડિયો ક્લિપ ફરતી થઇ હતી, જેની પણ મતદારોએ ગંભીર નોંધ લીધી હોવાનું મનાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024