મોદી સરકારે લીધા 5 મોટા નિર્ણય, ખેડૂત અને સામાન્ય માણસોને થશે ફાયદો.

પોસ્ટ કેવી લાગી?

કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા જ પાંચ મોટા નિર્ણય લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલી આ બેઠકમાં સંકટથી ઘેરાયેલી બીએસએનએલ માટે, રવી પાક માટે ટેકાના ભાવ અને પેટ્રોલ ટ્રાન્સપોર્ટ માર્કેટિંગ ગાઈડલાઈન્સ પર ચર્ચા થઈ. તો જોઈએ આજે કેબિનેટ બેઠકમાં કયા પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પેટ્રોલ ટ્રાંસપોર્ટ માર્કેટિંગ ગાઈડલાઈન્સના ફેરફાર કરવાની મંજૂરી મળી ગઈ છે. એવામાં તમારી પાસે પણ મોકો રહેશે પેટ્રોલ પંપ ખોલવાનો. જો તમારી પાસે વધારે પૈસા નથી અને તમારા નામે જમીન નથી તો પણ તમે પેટ્રોલ પંપ ડિલરશિપ માટે એપ્લાય કરી શકશો.

હવે અન્ય કંપનીઓ પણ પેટ્રોલ પંપ ખોલવા માટે ડિલરશિપ આપી શકશે.
હાલના સમયમાં સરકારી કંપની IOC, BPCL, HPCL સહિત કુલ 7 કંપનીઓ પેટ્રોલની રિટેલિંગ કરે છે. નવા નિર્ણય બાદ હવે કુલ 250 કરોડ રૂપિયાના નેટવર્થવાળી કંપનીઓ પણ પેટ્રોલ પંપ ખોલી શકશે.
સાથે આ કંપનીઓ હવાઈ ઈંધણ – ATF પણ વેચી શકશે.

  •  કેબિનેટે ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલિસ માટે કેડર રિવ્યુને પણ મંજૂરી આપી દીધી છે. આ મામલો ગત 18 વર્ષથી સરકાર પાસે પેન્ડીંગમાં હતો. પીએમ મોદીની આગેવાનીમાં કેબિનેટે ગ્રુપ એ જનરલ ડ્યુટી અને નોન-જનરલ ડ્યુટી કેડર રિવ્યુને મંજૂરી આપી દીધી છે.
  • કેબિનેટ બેઠકમાં રવી પાકોના ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય એટલે કે MSPને વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ઘઉંની MSPમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બજારના ભાવમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે. ઘઉંનો ટેકાનો ભાવ 1840થી વધારી 1925 રૂપિયા થઈ ગયો છે. બજારમાં સમર્થન મૂલ્યમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે. આનાથી સરકાર પર વધારાનો 3000 કરોડ રૂપિયાનો બોઝો પડશે.
  • નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી સરકારી ટેલિકોમ કંપની BSNL અને MTNLને 15 હજાર કરોડના રિવાઈવલ પ્લાનને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. હવે આ કંપનીઓ બંધ નહી થાય કે તેને વેચવામાં પણ નહી આવે. સરકાર તેને પ્રતિસ્પર્ધી બનાવવા માંગે છે. જેથી 15000 કરોડ રૂપિયાનો સોવરેન બોન્ડ બનાવવામાં આવશે. અગામી 4 વર્ષમાં 38000 કરોડ રૂપિયાને મોનેટાઈઝ કરાશે. શાનદાર આકર્ષક વીઆરએસ પેકેજ લાવવામાં આવશે.
  • દિવાળી પહેલા કેન્દ્ર સરકારે દિલ્હીવાસીઓને મોટી ગિફ્ટ આપી છે. સરકારે દિલ્હીમાં અનધિકૃત કોલોનિઓમાં રહેતા 40 લાખ લોકોને ઘરનો માલિકીનો હક આપશે. તમને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં 1,797 અનધિકૃત કોલોની છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan Top 10 Most Viral Pics Of Cristiano Ronaldo