Amazon
Amazon દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની સાથે જોડાઇને કોઇપણ વ્યક્તિ ઓછા સમયમાં વધુ રૂપિયા કમાઇ શકે છે. તેમજ બેરોજગાર માટે આ એક સારો ઓપ્શન છે. Amazon ડિલીવરી બોય બની કમાણી કરી શકો છો.
જો આપ સ્કૂલ કે કોલેજ પાસ કરી છે તો આપની પાસે તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ડિલીવરી કરવા માટે આપની પાસે પાતની બાઇક કે સ્કૂટર પણ હોવું જરૂરી છે. આ સાથે જ બાઇક અને સ્કૂટરનો ઇંશ્યોરન્સ, રજિટ્રેશન સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે.
તમને જણાવવાનું કે, Amazon સવારે 7 થી રાત્રે 8 વાગ્યાં સુધી ડિલીવરી કરે છે. Amazonનો ડિલિવરી બોયે દિવસનાં 100 થી 150 પેકેજ ડિલિવર કરે છે. એમોઝન સેન્ટરથી આશરે 10-15 કિલોમિટરનાં એરિયામાં પેકેજ ડિલિવર કરવાનું હોય છે. Amazon ડિલીવરી બોય્ઝનું કહેવું છે કે, તે એક દિવસમાં આશરે 4 કલાક કામ કરે છે. અને એક ડિલિવરી પર તેમને 100-150 પેકેજ ડિલિવર કરવાનાં હોય છે.
જો કે, Amazon ડિલિવરી બોયને દર મહિનાની સેલરી મળે છે. જેમાં પેટ્રોલનો ખર્ચ આપનો હોય છે. એક પ્રોડ્ક્ટ કે પેકેજની ડિલિવરી પર તેમને 15 થી 20 રૂપિયા મળે છે. જો કોઇ વ્યક્તિ રોજનાં 100 પેકેજ ડિલીવર કરે છે તો તેને મહિને આરામથી 60000થી 70000 રૂપિયાની કમાણી થાય છે.
એમોઝોનમાં ડિલિવરી બોયની નોકરી કરવાં માટે IT દ્વારા રજિસ્ટર કરવું જરૂરી છે. જો આપ ડિલિવરી બોયની નોકરી કરવા માંગો છો. તો આ રીતે કરો એપ્લાય- એેમેઝોનની સાઇટ https://logistics.amazon.in/applynow પર ડાઇરેક્ટ આવેદન કરી શકો છો. આ ઉપરાંત એમેઝોનનાં કોઇપણ સેન્ટર પર જઇને પણ નોકરી માટે આવેદન કરી શકો છો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.