અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા નો આઠમો પાટોત્સવ યોજાશે.
આગામી 15 ફેબ્રુઆરી મંગળવાર ના દિવસે યોજાશે પાટોત્સવ.
પાટોત્સવ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત પાલખી યાત્રા પણ યોજાશે.
અંબાજીમાં ગબ્બર ઉપર આવેલ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ મંગળવારે યોજાનાર છે. જેમાં માતાજીની પાલખી યાત્રા ઉપરાંત વિશિષ્ટ યજ્ઞ યોજાશે. ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ મહાસુદ-14ને તા.15 ફેબ્રુઆરીએ ઉજવાશે. આ પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે.
આ યાત્રામાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સદસ્યો, શક્તિપીઠના પુજારીઓ અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત યાત્રાળુઓ પણ જોડાશે. શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે સવારે 8-00 થી સાંજે 5-00 કલાક સુધી ગબ્બર ટોચ, શક્તિપીઠના સંકુલ નં.4, 18 અને 19 ખાતે વિશિષ્ટ યજ્ઞ પણ કરવામાં આવશે.
દરેક મંદિરોને ફુલોથી શણગાર કરવામાં આવશે. દરેક શક્તિપીઠના મંદિરો ઉપર પુજાવિધી સાથે ધ્વજાઆરોહણ કરવામાં આવશે. ગબ્બર પરિક્રમા કરવાથી તમામ 51 શક્તિપીઠના એક જ સ્થળે દર્શનનો મહાલાભ મળે છે. માઇભક્તોને શક્તિપીઠના આઠમા પાટોત્સવ મહોત્સવમાં ભાગ લઇ દર્શનનો લ્હાવો લેવા જણાવાયું છે.