મળતી માહિતી અનુસાર ગુજરાતના ધનસુરાના વડાગામના નવા રાવળવાસમાં રહેતા યુવકની પત્ની પિયર જતી રહેતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાઈ જઈ પુત્રએ ધોકો મારતા પિતાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પુત્રની માતા પણ ઇજાગ્રસ્ત થઇ હતી. આ અંગેની ફરિયાદ ધનસુરા પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છેકે, વડાગામ ગામે નવા રાવળવાસમાં રહેતા અશ્વિનભાઈની પત્ની પીયરમાં જતી રહેતા તેને તેડી લાવવા માટે તેના માતા-પિતાએ કહ્યું હતું. જેને લઇને અશ્વિને ઉશ્કેરાટમાં આવી માતા-પિતા સાથે ઝઘડો કરી કપડાં ધોવાના લાકડાના ધોકા વડે બન્નેને માર મારતાં પિતા નાનજીભાઇ ઉકળભાઇ વસાવા અને માતા સવિતાબેનને શરીરે ઈજાઓ થઇ હતી.

બનાવ અંગે રાજુભાઇ નાનજીભાઇ વસાવા(૩૩) રહે.વડાગામનાઓએ અશ્વિનભાઇ નાનજીભાઇ વસાવા વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.