America china
- America (અમેરિકા)ના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ china (ચીન) પર ગંભીર આરોપ લગાવ્યા છે.
- વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું કે, ચીન તેના પશ્વિમ પ્રાંતમાં સામૂહિક રીતે મુસ્લિમ મહિલાઓનો ગર્ભપાત કરાવી રહ્યું છે.
- ત્યારે પુરુષોની પણ નસબંધી કરવામાં આવી રહી છે.
- અમેરિકન વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, china (ચીન) માટે લોકોની સ્વતંત્રતાનું કોઈ મહત્વ નથી.
- આ જ કારણ છે કે ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટી હોંગ કોંગ અને તાઈવાનમાં તેમના વિરોધમાં ઉઠનારા અવાજને દબાવવા માટે દરેક કીમિયા અપનાવી રહી છે
- આયોવામાં શુક્રવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન America (અમેરિકા)ના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ચીન પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
- તેમને કહ્યું કે, થોડા સપ્તાહ પહેલા અમને ચીનની હરકતોનો રિપોર્ટ મળ્યો હતો.
- ચીનના પશ્વિમી પ્રાંત શિનજિયાંગમાં રહેતી મહિલાઓનું જબરજસ્તી ગર્ભપાત કરાવાઈ રહ્યો છે. ત્યારે આનાથી વધારે ખરાબ વર્તન બીજું શું હોઈ શકે.
- ચીનના આ વિસ્તારમાં મુસ્લિમ રહે છે. તો અહીંયા ઘણા ડિટેન્શન સેન્ટર છે.
- તથા તેમને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવતી નથી.
- પોમ્પિયોએ વધુમાં ઉમેર્યું કે, તમે ગમે ત્યાં જાવ. જ્યાં ચીનનો પ્રભાવ છે ત્યાં કોઈ પણ પ્રકારની આઝાદી નથી.
- તે હોંગકોંગ અને તાઈવાનમાં પણ પોતાના વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને દબાવવાના તમામ પ્રયાસ કરે છે.
- હોંગકોંગનો નવો સુરક્ષા કાયદો ત્યાંના લોકો માટે જોખમ છે.
- તેમજ આની અસર ટૂંક સમયમાં જોવા મળશે.
- પરંતુ America (અમેરિકા) આ કાવતરાને સફળ નહીં થવા દે.
- પોમ્પિયોએ કહ્યું કે, એક વાસ્તિવકતા એ જ પણ છે કે ચીન ગ્લોબલ કોમ્યુનિકેશન નેટવર્ક પર કબજો કરવા માંગે છે.
- તેના માટે તે તમામ પ્રયાસ કરી રહ્યું છે. ત્યાંની હુવેઈ કંપની દુનિયાના ઘણા દેશમાં તેના નેટવર્કનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરી રહી છે.
- અમે દુનિયાના ઘણા દેશોને એ જણાવવા માંગીએ છીએ કે જો તે હુવેઈ સાથે વેપાર કરી રહ્યા છે તો તે માનવતા વિરુદ્ધ પણ ગુનો હશે.
- તો આ સાથે જ અમેરિકાએ શુક્રવારે ચીનના પાંચ નાગરિકો અને બે કંપનીઓ વિરુદ્ધ ડ્રગ્સ સાથે જોડાયેલા આરોપો હેઠળ કેસ નોંધ્યો છે.
- તથા આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે.