અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, “આ આખા ભારતની જીત છે. દેશના યુવાનો, ગરીબો, ખેડૂતોની આશાઓની આ જીત છે. આ ભવ્ય જીત વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત છે. હું ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરો તરફથી શ્રી@narendramodi જીને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.”
अपने अथक परिश्रम से देश के हर बूथ पर भाजपा को मजबूत कर मोदी सरकार बनाने वाले भाजपा के करोड़ों कर्मठ कार्यकर्ताओं को इस ऐतिहासिक विजय की हार्दिक बधाई। pic.twitter.com/epgoj6FIVQ
— Chowkidar Amit Shah (@AmitShah) May 23, 2019
બીજા એક ટ્વિટમાં અમિત શાહે લખ્યું છે કે, “જન-જનના વિશ્વાસ અને અભૂતપૂર્વ વિકાસની પ્રતિક ‘મોદી સરકાર’ બનાવવા માટે ભારતની જનતાને કોટી કોટી નમન. તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા.”
વધુ એક ટ્વિટમાં અમિત શાહે લખ્યું કે, “પોતાના અથાગ પરિશ્રમથી દેશના દરેક બૂથ પર ભાજપાને મજબૂત કરીને મોદી સરકાર બનાવનાર ભાજપાના કરોડો કર્મઠ કાર્યકર્તાઓને આ ઐતિહાસિક વિજયની હાર્દિક શુભેચ્છા.”
અમિત શાહે આગળ લખ્યું છે કે “આ પરિણામ વિપક્ષ તરફથી કરવામાં આવેલા દુષ્પ્રચાર, જુઠ્ઠાણા, આક્ષેપો અને આધારહીન રાજનીતિના વિરુદ્ધમાં ભારતનો જનાદેશ છે. આજનો જનાદેશ એવું પણ કહી જાય છે કે ભારતની જનતાએ દેશમાંથી જ્ઞાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણને ઉખાડી ફેંક્યાં છે અને વિકાસવાદ અને રાષ્ટ્રવાદની પસંદગી કરી છે. ભારતને નમન.”