લોકસભામાં બુધવારે ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ સંશોધન (યૂએપીએ) ખરડો 2019 પાસ થઈ ગયું છે. આ દરમિયાન પક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ કાયદામાં નવી જોગવાઈ જોડવાનો વિરોધ કર્યો હતો. તેઓએ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માગ કરતાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ વિરૂદ્ધ લડાઈ સરકાર લડે છે. કઈ પાર્ટી સત્તામાં છે અને બિલ કોણ લઈને આવ્યું તેનાથી કોઈ ફર્ક ન પડવો જોઈએ. આતંકવાદના ખાત્મા માટે કડક કાયદાની જરૂર છે.
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પૂછ્યું કે, યુએપીએ બિલને સંશોધિત કરી કડક જોગવાઈ જોડવાની પાછળ સરકારની ઈચ્છા શું છે? શાહે કહ્યું કે કોંગ્રેસ સરકાર બિલ લાવે છે તો યોગ્ય છે, પરંતુ અમે સંશોધન કરીએ તો તેમાં ખોટું શું છે? અમે આતંકવાદને ખતમ કરવા માગીએ છીએ, સંશોધિત કાયદાથી રાજ્યોની શક્તિ ઓછી નહીં થાય. આ કાયદો 1967માં કોંગ્રેસ સરકાર લઈ આવ્યાં જે બાદ 2004, 2008 અને 2013માં તમે જ સંશોધન કર્યા. કાયદાને મજબૂત કોને બનાવ્યો? એટલે અમે જે કરી રહ્યાં છીએ તે પણ યોગ્ય જ છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી સરકાર આ કાનૂન લઈને આવી હતી. અમારી સરકાર તેમાં નાનું સંશોધન કરી રહી છે. અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે જ્યારે તમે અમને સવાલ કરો છો તો તમે એ નથી જોતા કે કાનૂન અને સંશોધન કોણ લઈને આવ્યું છે. કોણે તેને સખત બનાવ્યો છે. આ ત્યારે લાવવામાં આવ્યો હતો જ્યારે તમે સત્તામાં હતા. તમે જે કર્યું તે સાચું હતું અને હવે હું જે કરી રહ્યો છું તે પણ સાચું છે.
અમિત શાહે કહ્યું હતું કે કોને ક્યારે આતંકી ઘોષિત કરવામાં આવશે તે પ્રાવધાનની જરુર નથી. યૂએનમાં તેના માટે પ્રાવધાન છે. અમેરિકા, પાકિસ્તાન, ચીન, ઇઝરાયેલ અને યૂરોપીયન સંઘમાં પણ તેના માટે પ્રાવધાન છે.
શાહે કહ્યું, “ગેરકાયદે પ્રવૃતિઓમાં જોડાયેલી વ્યક્તિઓ અને તેમના મદદકર્તાઓને આતંકી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં જોગવાઈ છે. અમેરિકા, પાકિસ્તાન, ચીન, ઇઝરાયેલ અને યુરોપિયન યુનિયન સહિત તમામ રાષ્ટ્રોમાં છે. હવે અમે પણ તેના માટે સંશોધિત ખરડામાં જોગવાઈ કરી છે. અમે તે વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે કોઈ કાયદાનો દુરુપયોગ ન કરે. ભાજપ સરકાર શહેરી નક્સલવાદની વિરૂદ્ધમાં છે. શહેર નક્સલવાદ કે જે વિચારધારાના નામે ગેરકાયદે પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે એવા લોકોની સાથે અમે કોઈ સમજૂતી નહીં કરીએ.”
આ પહેલા IMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસને આ માટે જવાબદાર ગણું છું. કોંગ્રેસ યુપીએ કાયદો લાવવા માટે દોષી છે. તે આ કાયદાને ત્યાર સત્તામાં લાવ્યા હતા જ્યારે તે સત્તામાં ભાજપ કરતા વધુ તાકતવર પાર્ટી હતી. હવે હારી ગયા ચો મુસ્લિમોના મોટા ભાઈ બનવા માગે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.