મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઇ 2018ના રોજ થયો હતો. આઝાદનું જીવન ખરા અર્થમાં કોઇ ક્રાંતિથી ઓછું નહતું. અહીં વાંચો તેમની જીવન સફર

જીવનભર આઝાદે સૌગંદ ખાધી હતી કે તે આઝાદ રહેશે. અને તેમણે આ વાત તેમની મૃત્યુ વખતે પણ નિભાવી જાણી. ચંદ્રશેખર આઝાદનો જન્મ 1906માં 23 જુલાઇના રોજ મધ્ય પ્રદેશના ભાબરા ગામમાં થયો હતો.

તેમના પિતા પંડિત સીતારામ તિવારી દુકાળની પરિસ્થિતિમાં ઉત્તર પ્રદેશમાં પોતાનું ઘર છોડી મધ્યપ્રદેશમાં નોકરી કરવા ગયા હતા. ચંદ્રશેખરનો જન્મ જે જગ્યાએ થયો હતો તે આદિવાસી વિસ્તાર હતો. અને નાનપણથી જ આઝાદ ભીલ બાળકો સાથે તીર કામઠું ચલાવતા શીખ્યા હતા. અને નિશાનો તાકવામાં તે પહેલાથી જ સારા હતા.

 ChandraShekhar Azad
ChandraShekhar Azad

જ્યારે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ચંદ્રશેખર બનારસમાં ભણી રહ્યા હતા. 1921માં ગાંધીએ અસહોગ આંદોલન શરૂ કર્યું. અને તમાર વિદ્યાર્થીઓ ત્યારે રસ્તા પર આવી ગયા.

આ આંદોલન દરમિયાન જ્યારે તેમની ધરપકડ થઇ તો જજની સામે તેમને રજૂ કરવામાં આવ્યા. ત્યારે તેમને પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘરનું સરનામું જેલ કહ્યું હતું.

1922માં જ્યારે ગાંધીજીએ અસહોયનું આંદોલન પાછું લીધું ત્યારે ચંદ્રશેખર અને ભગત સિંહ જેવા યુવાનોનું તેમના મોહભંગ થયું.