બોલિવૂડ સ્ટાર્સ હંમેશા મુશ્કેલ સમયમાં લોકોની મદદ માટે આગળ આવતા હોય છે. હાલમાં દેશના બિહાર તથા આસામ રાજ્યમાં પૂર આવ્યું છે. અમિતાભ બચ્ચને પૂર પીડિતો માટે 51 લાખ રૂપિયાનું દાન કર્યું છે. બિગ બીએ મદદ કરતાં આસામ રાજ્યના સીએમ સર્બાનંદાએ  ટ્વિટર પર તેમનો આભાર માન્યો છે.

અમિતાભે પણ સીએમની ટ્વીટનો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વીટ કરી હતી, ‘પૂરથી ઘણું જ નુકસાન થયું છે. અહીંયાના લોકોને સંભાળ તથા મદદની જરૂર છે. તમામને અપીલ છે કે સીએમ રાહત કોષમાં તમારું યોગદાન આપો. મેં હમણાં જ આપ્યું.’

અમિતાભ તથા અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ સમયે અમિતાભ બચ્ચન ‘ગુલાબો સિતાબો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ઉપરાંત ‘ઝુંડ’ તથા તેલુગુ ફિલ્મ ‘તેરા યાર હૂં મૈં’માં જોવા મળશે.

આસામ પૂર પીડિતો માટે અમિતાભ બચ્ચનએ સીએમ રાહત કોષમાં 51 લાખ રૂપિયા આપ્યા.

અક્ષય કુમાર હાલમાં ‘મિશન મંગલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે ‘સૂર્યવંશી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.