- અમદાવાદ માનવતા હજુ મરી નથી.
- સમાજમાં ઘણા લોકો લોભ-લાલચ વગર પોતાનું કામ કરે છે.
- અત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ સેવા AMTSમાં મુસાફરી કરતા બહેન સાથે બન્યો છે.
- આ બહેન એએમટીએસ બસમાં પૈસા અને સોનાની ચાર બંગડી સાથેની એક બેગ ભૂલી ગયા હતા.
- જે બાદમાં કંડક્ટર અને ડ્રાઇવરે આ પ્રવાસીને ઘર જઈને રોકડા રૂપિયા અને સોનાની ચાર બંગડીઓ સાથેની બેગ પરત કરી હતી.
- પ્રવાસી પુષ્પાબહેન સોલંકીએ (ઉંમર. 72 રહે. 5 બાપુ સ્મૃતિ સોસાયટી, ગાંધી આશ્રમ) તેમને જણાવ્યું હતું કે “તેઓ ગઇકાલે (23-1-2020)ના રોજ આશરે 14: 25 વાગે ઉસ્માનપુરાથી રૂટ નં.13/1 બસ નં. TKR.03 માં બેસી લાલ દરવાજા ઉતરી ગયા હતા.
- ત્યારે આ સમયે તેઓને ખ્યાલ રહ્યો ન હતો કે તેમની બેગ બસમાં ભૂલાઇ ગઇ છે.
- બેગમાં રોકડા 55 હજાર રૂપિયા અને છ તોલા સોનાની બંગડી તેમજ પર્સ હતું.
- ” બેગ બસમાં રહી જવાની જાણ પુષ્પાબહેને લાલ દરવાજા મુખ્ય ઓફિસે કરી હતી.
- જેથી એએમટીએસ મુખ્ય ઓફિસ દ્વારા બસના કડક્ટર અને ડ્રાઇવરને આ અંગે જાણ કરાઇ હતી.
- એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, પ્રવાસીઓની સલામતી રાખવી એએમટીએસની પ્રથમ જવાબદારી છે.
- દરરોજ એએમટીએસમાં સરેરાશ સાત લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે.
- અમૂક સમયે સામાન્ય લોકો પોતાની વસ્તુઓ બસમાં ભૂલી જતા હોય છે.
- આ અંગે કંડક્ટર અને ડ્રાઇવરોને પહેલાથી જ ટ્રેનિગ આપવામાં આવી છે. તેમને સૂચના આપવામાં આવી છે કોઈ બિનવારસી વસ્તુ મળે તો એએમટીએસ કંટ્રોલ રૂમમાં જાણ કરવી.”
- પુષ્પાબહેન સોલંકીની બેગ બસમાં રહી ગઇ હોવાની ફરિયાદ થતા કંટ્રોલ રૂમ તરફથી બસ ડ્રાઇવર અને કંડક્ટરને જાણ કરવામાં આવી હતી.
- બંને ઇસનપુર રૂટમાં હોવા છતાં પરત આવી પ્રવાસીને તેમના રોકડા 55 હજાર અને સોનાની છ તોલાની બંગડી તેમજ પર્સ સાથે અન્ય વસ્તુઓ ખાતરી કરી લખાણ સાથે પરત કરી હતી.
- ડ્રાઇવર ગિરીશભાઇ રાઠોડ અને કંડક્ટર દિલીપભાઇના આ ઉત્તમ કાર્યના પુષ્પાબહેનના પરિવારે વધાવી લીધું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News