અનીતા હસનંદાનીએ શેર કર્યો ક્યૂટ વીડિયો, બોમ્બ ફોડીને કર્યું દીકરાનું સ્વાગત.

અનીતા હસનંદાની (Anita Hassanandani) અને રોહિત રેડ્ડી (Rohit Reddy) એ કેટલાક દિવસો પહેલાં જ એક દીકરાના માતા પિતા બન્યા છે.

આ જાણકારી રોહિતે ઈન્સ્ટા(Instagram) પર આપી હતી અને ફેન્સ વચ્ચે ખુશીના સમાચાર વહેંચ્યા હતા. ત્યારે હવે અનિતાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રોહિત અને બન્નેનો દીકરો પણ જોવા મળી રહ્યા છે.

હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સની ચર્ચાનો વિષય બન્યો છે. અનીતાએ સાથે જ કેપ્શન લખ્યું છે કે, વેલકમ દીકરા આરવ.

અનીતાએ એક ફિલ્ટર યૂઝ કર્યું છે જેમાં તેણે દીકરા આરવનો જન્મ કેવી રીતે થયો તેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનીતાનાં પેટ પર બોમ્બ નજર આવે છે. જેને પતિ રોહિત લાઇટર ચાંપે છે. અને પછી બોમ્બ ફૂટે છે.

અનીતા અને રોહિત બેથી ત્રણ થઇ ગયા છે. એનો અર્થ છે કે, દીકરો આરવ પણ વીડિયોનો ભાગ બની જાયછે. અનીતાનો આ વીડિયો ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે.

9 ફેબ્રુઆરીએ રોહિતે પોતાની અને અનિતાની એક તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે દીકરો થયો છે. ત્યારબાદ લોકોએ શુભકામનાઓ આપી હતી.

અનીતાએ 2020માં ઓક્ટોબરમાં પોતાના ફેન્સ સાથે પ્રેગ્નેન્સીના સમાચાર શેર કર્યા હતા. અનીતાએ 2013માં રોહિત સાથે લગ્ન કર્યા હતા. અનીતા ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં જોવા મળી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here