સાજિદ ખાન પર અભિનેત્રીએ લગાવ્યો આ આરોપ.

Bollywood actress and model Sherlyn Chopra is the latest person to accuse director Sajid Khan of sexual misconduct.

નિર્માતા સાજિદ ખાન પર એક નવો આરોપ લાગ્યો છે. અભિનેત્રી શર્લિન ચોપરાએ લગાવ્યો છે. શર્લિને પોતાની આ વાત શેર કરવા સોશિયલ મીડિયાની મદદ લીધી છે. તેણે કહ્યું કે સાજિદ ખાને તેની સાથે કેવી હરકત કરી હતી.

શર્લિન ચોપડાએ (Sherlyn Chopra) ટ્વીટ કર્યું, જ્યારે મેં એપ્રિલ 2015માં સાજિદથી મુલાકાત કરી તો તેમણે તેમના પેન્ટમાંથી તેમનો પ્રાઇવેટ પાર્ટ નીકાળીને કહ્યું કે તેણે ફીલ કરો. મને યાદ છે કે મેં તેમને કહ્યું હતું કે હું જાણું છું કે પ્રાઇવેટ પાર્ટ કેવો હોય છે અને મારો તેમને મળવાનો ઉદ્દેશ્ય એવો બિલકુલ પણ નથી.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી જીયા ખાનની બહેન કરિશ્માએ ઘણાં ખુલાસા કર્યા છે. તેણે ખાનગી ચેનેલને જણાવ્યું હતું કે તેની બહેનને ડિરેક્ટર સાજિદ ખાને જાતીય સતામણી કરી હતી. સાજિદે અભિનેત્રીને ટોપલેસ થવા માટે કહ્યું હતું. તમને જણાવી દઈએ કે, સાજિદ ખાન પર ભૂતકાળમાં શારીરિક શોષણના આરોપ લાગતા આવ્યા છે..

જિયા ખાનની બહેન કરિશ્મા આ પ્રકારના આરોપો લગાવનારી 7 મી મહિલા છે. આવી સ્થિતિમાં હવે શેર્લીનનું નામ પણ આ સૂચિમાં જોડાયું છે.

કરિશ્માના કહેવા મુજબ, સાજિદ ખાને જિયા ખાનને ફિલ્મ છોડશે તો તેનીપર કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. આ અંગે માહિતી આપતાં કરિશ્માએ કહ્યું, ‘તેણે મને કહ્યું કે હું કરારમાં છું અને જો હું ફિલ્મ છોડું તો તે મારી સામે કેસ કરશે અને મારું નામ ઇન્ડસ્ટ્રીમાં બગડશે. જો હું ફિલ્મ ચાલુ રાખું તો મારું શારીરિક શોષણ કરવામાં આવશે. તેના માટે માત્ર હારવાની પરિસ્થિતિ છે. જેથી તેણે આ ફિલ્મ કરવાની છેલ્લે પસંદ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here