Gujarat BJP : ગુજરાત ભાજપ ભલે હમ સાથ સાથ હૈનું પિક્ચર બતાવતું હોય, પરંતું હવે ભાજપના આંતરિક વિવાદો સપાટી પર આવી રહ્યાં છે. ભાજપમાં ચાલી રહેલા રાજીનામા દોર વચ્ચે વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું છે.
ભાજપ પ્રદેશ લેવલથી વધુ એક રાજીનામું ચર્ચાયું છે. ભાજપ પ્રદેશના મંત્રી પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું છે. જો કે પંકજ ચૌધરીએ આપેલા રાજીનામાંને ભાજપે સ્વીકાર ન કર્યો હોવાની ચર્ચા છે. સાથે જ પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું તેવી પણ ચર્ચા વહેતી થઈ છે.
આ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધુ હતુ, આ પછી પંકજ ચૌધરીના રાજીનામાએ અનેક સવાલો ઉભા કર્યા છે.