Ahmedabad

Ahmedabad

અમદાવાદ (Ahmedabad) માં ફરી એકવાર BRTS બસનો અકસ્માત થયો છે. આજે વહેલી સવારે ચંદ્રનગર પાસેના બીઆરટીએસ કોરિડોરમાં માલવાહક ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં BRTS બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગઈ છે.

આજે સવારે GJ 03 BW 2244 Eicher નંબરની બીઆરટીએસ બસ આંબેડકર બ્રિજ ઉતરીને ચંદ્રનગર તરફ જઈ રહી હતી. કોરિડોરમાં દાખલ થતા સમયે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોચાલકે જણાવ્યું કે, બીઆરટીએસ બસ બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી. બસની સ્પીડ 50 થી 60ની હતી. બસના ડ્રાઈવરે ડાબી બાજુથી જમણી બાજુ તરફ વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી અચાનક ટેમ્પો બસ સાથે ટકરાયો હતો. 

આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી

અકસ્માત સર્જાતા જ બીઆરટીએસનો ડ્રાઈવર ત્યાં જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. બસ ખાલી હોવાથી અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. હાલ કયા કારણોસર અકસ્માત સર્જાયો છે તે તપાસ ચાલી રહી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024