કોરોના વેક્સિનેશન માટે પ્રથમ દિવસે 58 હજાર લોકોનો સર્વે પૂર્ણ

પોસ્ટ કેવી લાગી?

corona vaccination

કોરોનાના રસીકરણ (corona vaccination) માટે પાટણમાં ગુરુવારથી 10 – 10 ટીમો દ્વારા ડોર ટૂ ડોર સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે. ત્રણ દિવસમાં સર્વે કામગીરી પૂર્ણ કરવાની છે. આ સર્વેમાં 50થી ઉપરના તેમજ 50થી નાની ઉંમરના અન્ય બીમાર ધરાવતા લોકોનો ડેટા એકઠો કરવાનો છે. પાટણના 517 ગામો સહિત સમગ્ર જિલ્લામાં આ સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે.

પરંતુ પ્રથમ દિવસે કામગીરીમાં સર્વે ટીમોને ગામડાઓમાંથી વિવિધ પ્રકારની અડચણો સામે આવી હતી. જેમાં લોકો પાસે ઓળખ પત્ર પાસે ન હોવું, અમુક લોકો ઘરે હાજર ન હતા તો અમુક ને જન્મતારીખની સાચી જાણકારી ન હતી જેથી સર્વે ટીમોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોથી 3 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવી મુશ્કેલ લાગી રહી છે.

આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી

પ્રથમ દિવસે મુશ્કેલીઓ બાદ 50 વર્ષથી મોટી ઉંમરના 58,000 લોકોનો સર્વે કરાયો હતો જ્યારે 50 વર્ષથી ઓછી ઉંમરના વિવિધ બિમારીઓ ધરાવતા 1322 લોકો મળ્યા હતા.

ઉપરાંત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે એક ઘરનો સર્વે કરતા દસ મિનિટ જેટલો સમય થતો હોય છે. દિવસમાં સરેરાશ 70 ઘર નો સર્વે થાય છે. અમુક લોકો ઓળખ પત્ર આપવામાં આનાકાની કરે છે. જેથી સર્વેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures