Corona vaccine
ગુજરાતમાં વડોદરાની એલેમ્બિક ગ્રુપની રીઝેન કંપનીને કોરોનાની ઓરલ ડ્રગનાં ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. યુએસ FDAની દેખરેખ હેઠળ અમેરિકામાં તેનું હ્યુમન ટ્રાયલ થશે. પરંતુ વડોદરામાં જ એલેમ્બિક કંપનીમાં દવા બનાવાશે.
પહેલા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળ થશે તો કોરોનાની વેક્સિન (Corona vaccine) પણ માર્કેટમાં આવી જશે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સની એસોસિયેટ કંપની રિઝેન ફાર્માસ્યુટિકલને હ્યુમન ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ જુઓ : બ્રિટનની ફાઈઝર કંપનીની કોરોના વેક્સિનને ઉપયોગ માટે મળી મંજૂરી
પ્રિ-ક્લિનિક અભ્યાસોમાં તે સલામત અને આડઅસર વિનાની હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એલેમ્બિક કંપનીની આ એસોસિયેટ કંપની સ્વંયસેવકો પર ટ્રાયલ કરશે. કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ નવી ડ્રગ પહેલાની US FDA પહેલાની ચર્ચા-વિચારણા દરમિયાન પણ FDAએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.