પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને NDA એ 2019 લોકસભા ચૂંટણીમાં મોટી જીત હાંસેલ કરી છે. PM મોદીની આ જીતમાં તેનાં ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. આ જ ફેન્સમાં કેટલાંક એવા પણ છે જે પ્રધાનમંત્રી મોદીનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હોય છે. તેમાં કેટલાંક ફેન્સ એવાં પણ સનકી હોય છે જે વિરોધ પક્ષનાં સપોર્ટરને અશ્લિલ મેસેજીસ પણ કરી દેતા હોય છે.

23 મે લોકસભા ચૂંટણીનાં પરિણામ સામે આવ્યા બાદ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદી અને તેમની પાર્ટીને વધામણાં આપ્યા છે. આ વચ્ચે કેટલાંક મોદી ચાહકોએ અનુરાગ કશ્યપને પરેશાન કરતો મેસેજ કર્યા છે. અનુરાગ કશ્યપની દીકરીને આ મેસેજમાં મોદી ચાહકે તેને રેપની ધમકી આપી છે.

આ ટ્વિટને શેર કરતાં અનુરાગે લખ્યું છે કે, પ્રિય નરેન્દ્ર મોદી સર, આપને જીત માટે શુભેચ્છા. સર કૃપ્યા મને જણાવો કે આપનાં આ ફોલોર્સને કેવી રીતે ડિલ કરવા જોઇએ. આપનો વિરોધી હોવાને કારણે તેઓ મારી દીકરીને આ પ્રકારનાં મેસેજ કરે છે.

23 મેનાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ બાદ આ પ્રકારની કમેન્ટ અને મેસેજ થયા છે જે બાદ અનુરાગે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી દીધી છે.

આ ઘટના બાદ ઘણાં મોદી સમર્થકે કમેન્ટ કરી છે કે તે PM મોદીને સપોર્ટ કરે છે પણ તેનો અર્થ નથી કે તે આવી નિમ્મન (રેપની ધમકી) કક્ષાની ધમકીઓને સમર્થ કરે. આ ટ્વિટ પર સાઉથની પ્રખ્યાત સિંગર ચિન્મયી શ્રીપદાએ કમેન્ટ કરી છે કે ચિન્મયીએ લખ્યુ છે કે, આવા લોકોની સરખામણી જાનવર સાથે કરવી જોઇએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.