45 હજારની હિલ્સ, 14 હજારનાં ચશ્મા અને દોઢ લાખની બેગ, જુઓ પ્રિયંકાનો જલવો.

આજકાલ પ્રિયંકા ચોપરા બોલિવૂડ અને હોલિવૂડ બધે જ છવાયેલી છે. તેની સાથે જ તે ચર્ચામાં પણ રહેતી હોય છે ક્યારેક તેનાં મેટગાલા જેવા વિચિત્ર લૂકને કારણે તો ક્યારેક કાન્સ જેવા સુપર ગ્લેમર્સ અને સ્ટાઇલિશ લૂકને કરાણે. આ વખતે પણ તેનાં લૂકને કારણે જ પ્રિયંકા ચોપરા ચર્ચામાં છે. અને આ વખતે ફરી પ્રિયંકા ચોપરા મોંધોદાટ લૂકના લીધે ચર્ચામાં છે.

પ્રિયંકા ચોપરા તેનાં પતિ નિક સાથે નજર આવી હતી તે સમયે તેણે ગ્રીન કલરનો સ્ટ્રેપ વાળો ડ્રેસ પહેર્યો હતો. જેમાં બ્લેક નેટ લાગેલી હતી. આ ડ્રેસ Peter Dundas નાં Emilio Pucciનું સ્પ્રિંગ કલેક્શન છે. તેણે સાથે જ આ ડ્રેસની કિંમત હજારોમાં આ વર્ષ 2012નું સ્પ્રિંગ કલેક્શન હોવાથી તેની કિંમત મળવી મુશ્કેલ છે.

પ્રિયંકાએ ફોટામાં જે સનગ્લાસ પહેર્યા હતાં તે Jimmy Choo બ્રાન્ડનાં હતાં. તેની કિંમત 13,938 રૂપિયા છે.

પ્રિંયંકાએ જે હાઇ હિલ્સ પહેરી હતી તેની કિંમત 45,285 રૂપિયા છે આ હઇ હિલ્સ પણ Jimmy Choo બ્રાન્ડની છે.

પ્રિયંકાનાં પર્સની વાત કરીએ તો પ્રિયંકાએ KAN U SMALL બ્રાન્ડનું સ્લિંગ પર્સ લીધુ હતું. આ સ્લિંગ પર્સની કિંમત 1,46,305 રૂપિયા છે.

આ અત્યંત મોંઘા પ્રિયંકા ચોપરાનાં લૂકની કૂલ કિંમત 2,06,167 રૂપિયાથી વધુ છે. એમાં પણ તેનાં ડ્રેસની કિંમત તો ગણવામાં આવી જ નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.