Arjun Kapoor
બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણ અર્જુન કપૂરે પોતાના ઇન્ટસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરી છે. અર્જુન કપૂરે (Arjun Kapoor) જણાવ્યું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તથા તે એસિમ્પ્ટોમેટીક છે અને ડૉક્ટરની સલાહ મુજબ હૉમ ક્વૉરન્ટિન છે.
અર્જુન કપૂરે (Arjun Kapoor) ઇન્સ્ટાગ્રામમાં જણાવ્યું કે, હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું. આપ સૌને આ જાણકારી આપવી મારું કર્તવ્ય સમજું છું. હું ઠીક મહેસૂસ કરી રહ્યો છું, તથા મારામાં મામૂલી લક્ષણ જોવા મળ્યા છે. ઉપરાંત ડૉક્ટરની સલાહથી મેં મારી જાતને હૉમ ક્વૉરન્ટિન કરી લીધી છે. મને સપોર્ટ કરવા માટે હું આપ સૌનો એડવાન્સમાં આભાર વ્યક્ત કરું છું. હું મારા સ્વાસ્થ્યને લઈ આપ સૌને ભવિષ્યમાં જાણ કરતો રહીશ. આ અભૂતપૂર્વ સમય છે. મને વિશ્વાસ છે કે માનવતા આ વાયરસ સામે જીતી જશે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસ ભારતમાં રોજેરોજ વધી રહ્યા છે. તો દેશમાં કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ રવિવારે 70 હજારને પાર કરી ગઈ છે. તેમજ 24 કલાકમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 90 હજારથી વધુ નવા કેસ નોંધાવાતા કોરોના કહેરની ગંભીર સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ખાસ કરીને બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ કોરોનાથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.