ભારતીય ખુશ્કીદળના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે 1999માં કારગિલ યુદ્ધ પાકિસ્તાનનું એક મોટુ દુસ્સાહસ હતું. મને પુરો ભરોસો છે કે ભવિષ્યમાં તેમની સેના આવી નાદાની નહીં કરે. તે આપણી તાકાત જાણી ગયા છે. હવે આપણી પાસે પહેલાથી વધુ સારા સર્વેલન્સ ડિવાઇસ ઉપલબ્ધ છે. તેનાથી ક્યાંયથી પણ ઘુસણખોરીનો પતો લગાવી શકાય છે. 26 જુલાઇના કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
જનરલ રાવતે ક્હ્યું કે આપણા જવાન ઉંચાઇ પર ચોક્કસ છે. બીજી તરફ પાકિસ્તાની સેના તહેનાત છે. અમે હંમેશા તેમને બેકફુટ પર રાખ્યા છે અને આગળ પણ રાખીશું. હવે પાકિસ્તાન ક્યારેય કારગિલ જેવી ભૂલ નહીં કરે.
કારગિલ વિજય દિવસના એક દિવસ પહેલા ભારતીય સેનાના અધ્યક્ષ બિપિન સિંહ રાવતે મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, “ જો પાકિસ્તાન 1999 જેવી કોઈ હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપીશું.” આ દરમિયાન તેઓએ કહ્યું મને વિશ્વાસ છે કે પાકિસ્તાન ફરી એવું નહીં કરે, જો તેવું કરે તો અમારા જવાનો ક્યારેય તેને સફળ નહીં થવા દે.
બિપિન રાવતે કહ્યું, દુશ્મન બીજી કોઈ હિમાકત નહીં કરે. 1999માં પાકિસ્તાની સેનાએ મોટી ભૂલ કરી હતી, અને તેને ભારતની સરકાર અને સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો હતો તેને તેઓ ભૂલ્યા નથી.
પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવદેને ખોટું ગણાવતા જનરલ બિપિન રાવતે કહ્યું કે જે પણ થયું છે તેના પુરતા પુરાવા ભારતીય સેના પાસે છે. પુલવામાં શું થયુ તેના અનેક પુરાવા આપણી ઈન્ટેલીજેન્સ એજન્સીઓએ અમને આપ્યા છે. અમે સચ્ચાઈથી વાકેફ છે. અમે કોઈ પણ નિવેદનથી બહેકાવમાં નહીં આવીએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.