પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડિઝની ટૂર પર ટીમ સાથે જશે નહીં. તેણે 2 મહિનાની રજા લીધી છે. આ દરમિયાન તે સેનામાં પોતાની સેવા આપશે. ધોની પેરાશૂટ રેજીમેન્ટના 106 પેરા ટેરિટોરિયલ આર્મી બટાલિયનનો ભાગ છે. તે 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી યુનિટ સાથે કાશ્મીરમાં ટ્રેનિંગ કરશે. આ યુનિટ વિકટર ફોર્સનો ભાગ છે. ધોની અહિયાં પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી સંભાળશે. તે આર્મીના જવાનો સાથે જ રહેશે. આ જાણકારી ઇન્ડિયન આર્મીએ આપી છે.

ધોનીને 2011માં પ્રાદેશિક સેનામાં લેફ્ટિનેંટ કર્નલનો માનદ રેન્ક મળ્યો હતો. ધોનીએ બીસીસીઆઈને કહ્યું હતું કે તે ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટ ઇન્ડિઝ ટૂર માટે ઉપલબ્ધ નથી. માનવામાં આવી રહ્યું હતું કે 2019ના વર્લ્ડકપ પછી ધોની ક્રિકેટને અલવિદા કહી દેશે.

ધોનીએ ભારત માટે 350 વનડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. તેણે વનડેમાં 50થી વધુની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.