રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષે ગોધરા ખાતે આવેલા ભારતીય સેનામાં યુવાનોની ભરતી કરવા માટે મધ્ય ગુજરાત , ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અમદાવાદ કચેરી ખાતે સમાવેશ કરવામાં આવતો હતો,
પરંતુ તાજેતરમાં અમદાવાદ ભારતીય સેના વિભાગ દ્વારા પાટણ જિલ્લાને બાકાત કરવામાં આવતા જિૡાના આશરે ચાર હજાર ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે આજરોજ ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી .
જેમાં તેઆેના જણાવ્યા મુજબ, અમદાવાદ આર્મી વિભાગ દ્વારા આગામી આેગસ્ટ મહિનામાં ભારતીય સેનાની નોટીફીકેશન ભરતી પ્રક્રિયા યોજાવાની છે.જેમાં પાટણ જિલ્લાનો જામનગર ખાતે સમાવેશ કરવામાં આવ્યો છે. જેની નોટીફીકેશન ભરતી ર૦રર માં યોજાવાની છે. જેને લઇ પાટણ જિલ્લાના ભરતી વાંચ્છુક ઉમેદવારોની વયમયાઁદા પણ પુરી થવા જઈ રહી છે .
ત્યારે આવા ઉમેદવારોનો અમદાવાદ આર્મી વિભાગમાં ભરતી પ્રક્રિયા માટે સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અગાઉનાવર્ષો અમદાવાદ આર્મી વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવતો હતો,
પરંતુ આેગસ્ટ મહિનામાં યોજાનાર ભારતીય સેનાની ભરતી પ્રક્રિયામાં પાટણ જિલ્લાને બાકાત કરતાં જિલ્લાના ચાર હજાર જેટલા ઉમેદવારો ભરતીથી વંચિત રહી જાય તેવી પરિિસ્થતિ ઉભી થવા પામી છે. ત્યારે આ બાબતે યોગ્યનિર્ણય લેવામાં આવે તેવી ઉમેદવારોમાં માગ પ્રબળ બનવા પામી છે અને આ માટે આંદોલન કરવાની પણ ઉમેદવારોએ ચિમકી ઉચ્ચારી છે.
અને આજરોજ પાટણ જિલ્લાનો આગામી ભરતી પ્રકિ્રયામાં સમાવેશ કરવામાં આવે તે માટે પાટણના ધારાસભ્ય અને સાંસદ સભ્યને મળી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ રજૂઆત પણ કરી હતી.