• પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અમરતપુરા ગામના બુટલેગર અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા મંગળજી કાનાજી ઠાકોરની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્તના પગલે આ યુવકની ધરપકડ કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયો છે.
  • જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સક્રિય પ્રયાસો થઇ રહ્યા છે. કોરોના વાયરસની વચ્ચે સમગ્ર પોલીસ તંત્ર સજાગ રીતે લોકડાઉનનું પાલન કરાવી રહ્યું છે. સાથે સાથે ગુનાખોરીને ડામવા માટે અન્ય કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે. આવી જ કાર્યવાહીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ ગેરકાયદેસર રીતે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ અને રીઢા ગુનેગાર એવા મંગળજી ઠાકોર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલને દરખાસ્ત કરી હતી. જે સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટને તેની વિરૂધ્ધ પાસાની કાર્યવાહી માટે પૂરતા કારણો જણાતાં પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024