• અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવતા નાગરિકોને સ્ક્રીનીંગ કર્યા બાદ પાટણ જિલ્લામાં પ્રવેશવા દેવાશે.
  • પાટણ જિલ્લામાંથી અન્ય જિલ્લા કે રાજયમાં જવા માંગતા લોકોએ પાસ મેળવવાનો રહેશે.
  • જિલ્લામાંથી પ્રવેશતા લોકોના સ્ક્રીનીંગ માટે જિલ્લાની સરહદે ૧૪ ચેક-પોસ્ટ બનાવવામાં આવી
  • લોકડાઉન દરમિયાન પોતાના વતનથી દૂર રહેનાર કે અન્ય સ્થળે ફસાયેલા લોકો માટે હવે સરકારના ગૃહ વિભાગે રાજય સરકારોને આદેશ કરીને આવા નાગરિકો એમના વતન સલામત રીતે પહોંચે એ સુનિશ્ચિત કરવા કહ્યું છે. પાટણ જિલ્લામાં રહેતા અન્ય જિલ્લાવાસીઓ કે પરપ્રાંતીયો પાસ મેળવીને પોતાના વતનમાં મુસાફરી કરી શકશે.
  • જિલ્લામાંથી અન્ય જિલ્લા કે રાજયમાં જવા માંગતા વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, પ્રવાસીઓ કે છૂટા કુટુંબો પાસ મેળવવા માટે digitalgujarat.in પર પુરાવા સહિત અરજી કરી શકશે. એજ રીતે અન્ય રાજયના મજૂરો અને કારીગરોના જૂથે પણ આંતરરાજય પ્રવાસ માટે જરૂરી પાસ માટે ડીજીટલ ગુજરાતના પોર્ટલ digitalgujarat.in પર અરજી કરવાની રહેશે. આવા આંતરરાજય પ્રવાસ કરનાર મજદૂરોએ તબીબી તપાસ કરાવવી ફરજિયાત છે. આ માટે જિલ્લાની પી.એચ.સી., સી.એચ.સી., અર્બન કલીનીક, આયુષ કલીનીક અને મામલતદાર કચેરી ખાતે આવા શ્રમિકોનું કોવિડ-૧૯ સંદર્ભે ફરજિયાત મેડીકલ સ્ક્રીનીંગ કરાવા માટે ખાસ ટીમો ગોઠવવામાં આવી છે.
  • દરેક તાલુકાની મામલતદાર કચેરી દ્વારા મજૂરોને આપવામાં આવતા ટ્રાન્ઝીટ પાસ પર “કોવિડ-૧૯ સીમ્પટમ ફ્રી” ના પ્રમાણપત્રનો સિક્કો તેની વેલીડીટી સાથે મેડીકલ ટીમ દ્વારા લગાવવામાં આવશે. આ પ્રમાણપત્ર મળ્યાના બે દિવસમાં મુસાફરી કરવાની રહેશે. અન્યથા બે દિવસ બાદ આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી અને નવેસરથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આંતરરાજય પ્રવાસ કરવા માંગતા મજૂરોના જૂથ માટે તેમના રાજય દ્વારા સૂચના આપવામાં આવે ત્યારે જ તેઓ મુસાફરી કરી શકશે.
  • પાટણ જિલ્લા બહારથી અન્ય જિલ્લા કે રાજયમાંથી આવતા નાગરિકોનું જિલ્લાની સરહદે ઊભી કરવામાં આવેલ વિવિધ ૧૪ ચેક-પોસ્ટ પર પ્રાથમિક સ્ક્રીનીંગ કરવામાં આવશે અને જિલ્લામાં પ્રવેશતા વ્યક્તિના પાસ પર સ્ક્રીનીંગ કર્યાનો સિક્કો મારવામાં આવશે. જો કોઇપણ આવનાર વ્યક્તિમાં કોવિડ-૧૯ના લક્ષણો જણાય તો તેને ફરજિયાત પણે ૧૪ દિવસ માટે સરકારી કવોરન્ટાઇન ફેસીલીટીમાં રાખવામાં આવશે. એજ રીતે બહારથી આવનાર વ્યક્તિના સ્ક્રીનીંગના આધારે તેમની તંદુરસ્તી સામાન્ય માલૂમ પડે તો પણ તેમને પોતાના ઘરે ફરજિયાત હોમ કવોરન્ટાઇન કરવામાં આવશે.
  • કોરોના વાયરસની આ મહામારીના સમયમાં પોતાના ઘરથી દૂર રહેનારા લોકો પરત ફરી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આ સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયે કોરોનાનું સંક્રમણ વધે નહિ એ માટે તકેદારીના પગલાંરૂપે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાંથી બહાર જનાર અને આવનાર તમામનું કોવિડ-૧૯નું સ્ક્રીનીંગ કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024