Bachchan Pandey
અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડે (Bachchan Pandey) છે.આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના ૨૦૨૧માં જેસલમેરમાં શરૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મમાં અરશદ વારસી પણ જોડાયો છે. ફિલ્મમાં અરશદ અક્ષયના મિત્રની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય આ ફિલ્મમાં ગેન્ગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.
એક રિપોર્ટના અનુસાર, ફિલ્મના મેકર્સ એક એવા એકટરની શોધમાં હતા જે અક્ષય સાથે કોમિક ટાઇમિંગને મેચ કરી શકે. આ પાત્ર માટે તેમને અરશદ વારસી જ યોગ્ય લાગ્યો હતો.
આ પણ જુઓ : ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો ફરજિયાત
આ ફિલ્મમાં કૃતિ સેનોન કામ કરી રહી છે. ક્રિતી સેનોન આ ફિલ્મમાં જર્નાલિસ્ટના પાત્રમાં જોવા મળવાની છે. ઉપરાંત એક અન્ય હિરોઇનને પણ સાઇન કરવાનો નિર્ણય જલદી જ લેવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.