એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહના પ્રેમપ્રકરણનો કરૂણ અંત આવ્યો જેમાં ખુશ્બુએ જ પાગલ પ્રેમમાં રવિરાજને ગોળી મારી પોતે આપઘાત કરી લીધો હતો. આ કેસમાં રોજ એક પછી એક વણઉકેલ્યા પ્રશ્નો સામે આવતા જાય છે. બંનેના પ્રેમપ્રકરણની પરિવારને જાણ હતી કે નહીં તે રહસ્ય હતું પરંતુ પોલીસને પૂરાવા હાથ લાગ્યા છે કે, ખુશ્બુનો ભાઇ કરણ પણ બહેનના પ્રેમી રવિરાજ સાથે વોટ્સઅપમાં ચેટ કરતો હતો. આ બનાવ પૂર્વે ખુશ્બુનો ભાઇ અમરનાથ ફરવા ગયો હતો. તે સમય દરમિયાન પણ રવિરાજ સાથે વોટ્સઅપમાં વાતો કરી હતી. જો કે, શું વાતો થઇ તે પોલીસે જાહેર કર્યું નથી.

રહસ્યમય પ્રેમપ્રકરણનો અંત આવ્યો છે. એક જ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા એએસઆઇ મહિલા ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજ છેલ્લા નવ મહિનાથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. બંને એકબીજાને પતિ-પત્ની જ માનતા હતા. પરંતુ અચાનક બંનેની ગોળી મારેલી હાલતમાં લાશ મળી હતી. ત્યારબાદ કોણે કોની હત્યા કરી તે બનાવ ઉકેલવામાં રાજકોટ પોલીસ ગોથે ચડી હતી. સંપૂર્ણ પણે એફએસએલ અને સાયન્ટીફીક પૂરાવા આધારીત કેસ બની ગયો અને ઉકેલાઇ ગયો. જેમાં ખુશ્બુએ જ રવિરાજની હત્યા કરી પોતે આપઘાત કરી લીધાનું બહાર આવ્યું. પૂરાવાને લઇ ખુશ્બુ પર હત્યાનો ગુનો લાગે જેના માટે પોલીસે રવિરાજના પરિવારને ખુશ્બુ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા જાણ કરી દીધી છે.

આ કેસ સંપૂર્ણ રીતે રિપોર્ટ આધારીત બની ગયો છે. હજુ બંનેના ડીએનએ રિપોર્ટ, વોટ્સઅપ ચેટિંગ, કોલ ડિટેઇલ સહિતની અનેક માહિતી પોલીસે જાહેર કરી નથી. અથવા તો રિપોર્ટ આવ્યો ન હોવાનું પોલીસ સુત્રો જણાવે છે. આવા રિપોર્ટમાં પણ અનેક ખુલાસાઓ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

રવિરાજ ખુશ્બુને અનેક વખત આર્થિક મદદ કરતો અને હરવા ફરવા પણ લઇ જતો હતો. ખુશ્બુના પિતાને જામજોધપુરમાં ભજીયાનો ધંધો છે. તે સામાન્ય પરિવાર છે અને ઘરનો ખર્ચ ખુશ્બુ જ ઉપાડતી હતી. ખુશ્બુનો ભાઇ કરણ રવિરાજના સંપર્કમાં હતો એટલે પ્રાથમિક દ્રષ્ટીએ તો ભાઇને પણ બહેનના પ્રમપ્રકરણની ખબર હોવી જોઇએ તેવું લાગી રહ્યું છે અને શું રવિરાજ ખુશ્બુના ભાઇને આર્થિક મદદ કરતો હશે? તે એક મોટો સવાલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.